કોરોનાની મહામારીના દિવસોમાં રેડક્રોસ સોસાયટીની શાખાઓએ ગુજરાતમાં રક્તદાન શિબિરો યોજી વાહન-વ્યવહાર બંધ હોવા છતા રેડક્રોસ કર્મીઓ ફરજ ઉપર હાજર રહ્યાં. શહેર ગામડાની હોસ્પિટલોમાં રક્તબેગ પુરી પાડવાનું જે કામ થયું એથી સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે.
રાજ્યપાલ અને રેડક્રોસ ગુજરાતના પ્રમુખ આચાર્ય દેવવ્રતે રેડક્રોસ ભવન અમદાવાદમાં રાજ્ય રેડક્રોસની સામાન્ય સભાના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા-તાલુકા શાખાના પ્રતિનિધિઓને તથા જુદા જુદા કાર્યક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરીઓના પારિતોષિક વિતરણ તથા રેડક્રોસના સેવાયજ્ઞમાં આર્થિક સહયોગ આપનાર ઓદ્યોગિક કંપનીઓના પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય રેડક્રોસની શાખાઓમાં ભેદભાવ વિના, ઉત્સાહથી અને વૈજ્ઞાનિક રીતે કામ થઇ રહ્યું છે. સામાન્ય સમાજને તમે સમજી શક્યા, માનવ કલ્યાણને ૂતમે તમારા જીવન સાથે જોડ્યું એથી નવી ઉર્જા તમને પ્રાપ્ત થઇ રહી છે. રેડક્રોસની અનેક પ્રવૃત્તિમાં સંવેદના છે. દુ:ખની ચીસ દુર કરવાનો પુરૂષાર્થ છે.
રેડક્રોસ નવસારીને વર્ષ 2019-20માં શાળાઓમાં જુનિયર રેડક્રોસ પ્રવૃત્તિ માટે બીજા ક્રમે સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન ચેરમેન ડો. અતુલ દેસાઇ, વાઇસ ચેરમેન તુષારકાંત દેસાઇ અને સહમંત્રી તથા આ પ્રવૃત્તિના કોર્ડિનેટર પ્રા. જશુભાઇ નાયકે સ્વહસ્તે સ્વીકાર્યું હતું. નવસારીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રક્તની પ્રવૃત્તિ અને રક્તદાન બન્ને વેગવંતા બન્યા છે. પહેલા કરતા લોકો વધારે જાગૃત થઇને રક્તદાન કરી લોકોના જીવ બચાવવામાં સિંહ ફાળો આપી રહ્યાં છે. નવસારી રેડક્રોસની સમગ્ર ટીમે રક્તદાનની કામગીરી સાથે સંકળાયેલા તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
વિવિધ કામગીરીને લઇ બહુમાન કરાયું
આરોગ્યલક્ષી કાર્યક્રમોની ઉજવણીમાં નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓને વધુમાં વધુ સહભાગી બનાવ્યા. આજે િજલ્લાની 26 હાઇસ્કૂલ છે અને નગરપ્રાથમિક 18 શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયેલા છે. મિત્રતા , આરોગ્ય વિષયક, સમૂહજીવન સંદર્ભે વિદ્યાર્થીઓને જાગૃત કરી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થયા છે. રક્તદાનનું મહત્વ સમજી રેડક્રોસની મુવમેન્ટના છાત્રો મસાલ બને તે માટેનો આ પુરુષાર્થ છે. વિવધ પ્રવૃત્તિના સંદર્ભમાં ઉત્કૃષ્ટ કામગીરીને લઇ એવોર્ડથી સન્માન કરાયું છે. - પ્રા.જશુભાઈ નાયક, કોર્ડીનેટર. રેડક્રોસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.