તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી રેલવે સ્ટેશનને સજાવવામાં આવ્યું છે. જેમાં આગામી ચોથી એપ્રિલે દાંડી યાત્રા દાંડી તરફ જવા રવાના થશે. જેમાં વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ મેનેજર જી.વી.એલ સત્યપ્રકાશ પણ શિવાજી ચોકથી પદયાત્રામાં જોડાશે. તેવી માહિતી નવસારી રેલવે સ્ટેશન મેનેજર દ્વારા આપવામાં આવી છે.
રેલવે સ્ટેશન પરિસરમાં સતત વૈષ્ણવજન સહિત દેશભક્તિના ગીત વગાડવામાં આવશે
આ દાંડીયાત્રાને યાદગાર બનાવવા માટે વેસ્ટન રેલવેએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. અને નવસારી રેલવે સ્ટેશનને ગાંધીમય બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે. જેમાં રેલવે સ્ટેશનની તમામ દિવાલ ઉપર ગાંધીજીના કથનના ચિત્રો દોરવામાં આવ્યા છે. સાથે જ રેલવે સ્ટેશન પરિસરમાં સતત વૈષ્ણવજન સહિત દેશભક્તિના ગીત વગાડવામાં આવશે.
દાંડીયાત્રા વિજલપુર રેલવે ફાટકથી પસાર થવાની છે.
જેને લઇને બે દિવસથી રેલવે ફાટકનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રાફિક ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. તથા દાંડીયાત્રામાં કોઇપણ કચાશ ન રહે તે માટે ખાસ રેલવેની 20 સભ્યોની ટીમ મુંબઈથી નવસારી આવીને દાંડી યાત્રામાં જોડાશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.