• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari Police's Biggest Search Operation In The District After The Alleged Latha Scandal In The State, First Use Of Drones To Find Country Liquor On River Banks

દારૂ શોધશે ડ્રોન:રાજ્યમાં કથિત લઠ્ઠા કાંડ બાદ નવસારી પોલીસનું જિલ્લામાં સૌથી મોટું સર્ચ ઓપરેશન,નદી કિનારે દેશી દારૂ શોધવા માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આ પ્રકારે પોલીસનું નવતર પ્રયોગ
  • દેશી દારુ વેચતા તત્વોમાં ફફડાટ

અમદાવાદ અને બોટાદમાં કથિત લઠ્ઠા કાંડ થી સમગ્ર રાજ્યની પોલીસ દેશી દારૂ નું વેચાણ ડામવા માટે ની કવાયત શરૂ કરી છે ત્યારે નવસારી જિલ્લા પોલીસે પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પોલીસ ન જઈ શકે તેવા વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ વડે દેશી દારૂ શોધવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ
દેશી દારૂના ભઠ્ઠા શોધવા જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય એ આદેશ આપતા જિલ્લા પોલીસ એક્ટિવ બની છે.કથિત લઠ્ઠા કાંડ બાદ રાજ્યમાં સંભવિત પ્રથમવાર ડ્રોન કેમેરાથી દેશી દારૂના ભઠ્ઠા શોધવા નવસારી જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ થયું છે.

ટેકનોલોજીની મદદ લીધી
નવસારી જિલ્લામાં નવસારી ગ્રામ્ય તેમજ બીલીમોરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંબિકા તેમજ કાવેરી નદી કિનારે નવસારી પોલીસે ડ્રોન કેમેરા ઉડાવિને દેશી દારૂના વેચાણ રોકવા માટે ટેકનોલોજીની મદદ લીધી છે.હાલમાં વરસાદી માહોલમાં નદી કિનારા વિસ્તારમાં જવું શક્ય ન હોય એવા વિસ્તારમાં ડ્રોન ઉડાડી દારૂના ભઠ્ઠા શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત બીલીમોરા પીએસઆઇ સહીત પોલીસ કર્મીઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જિલ્લા પોલીસે ડેડીકેશન બતાવીને દેશી દારૂના વેચાણ સામે લાલઆંખ કરી છે.જેથી હવે બૂટલેગરોનું બચવું હવે લગભગ મુશ્કેલ થયું છે.

અન્ય સમાચારો પણ છે...