ચીખલીગર ગેંગનો કબજો:નવસારી પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી ચોરીમાં કુખ્યાત બનેલી ચીખલીગર ગેંગનો કબજો મેળવ્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત ક્રાઇમ બ્રાન્ચે જીવના જોખમે ગેંગને ઝડપી પાડી હતી
  • નવસારીનાં ધોબીવાડનાં બંધ ફ્લેટમાંથી 2.81 લાખની ચોરી કરી હતી

નવસારી ટાઉન પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી ચીખલી ઘર ગેંગના ચાર સભ્યોનો ટ્રાન્સફર કબજો મેળવીને નવસારી શહેરમાં ચોરી કરીને ભાગેલા આ ચોરોએ કઈ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી તેની રિમાન્ડ મેળવી તપાસ કરશે.

નવસારીની ચોરી અપશુકનિયાળ સાબિત થઈ
29મી જૂનના રોજ નવસારીના ધોબીવાડ વિસ્તારમાંથી રાત્રિના સમયે બંધ ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના અને સિક્કા મળી 2.81 લાખની ચોરી કરી નાસેલા ચીખલીગર ગેંગ ભાગીને જતી હતી તે દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને આ ગેંગ વિશે માહિતી મળી હતી ત્યારે બારડોલીના દાસ્તાન ફાટક પાસે ફિલ્મી ઢબે ઇકો કારમાં તમામને દબોચી લીધા હતા પોલીસને પણ ન ગાઠતા અને રસ્તામાં આવેલા પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચઢાવવાથી ન ખચકાતા આ ગેંગ રીઠા ગુનેગાર છે. આ ગેંગ ને પકડવા બદલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ ને આ ગેંગ ઝડપી પાડવા બદલ અભિનંદન આપ્યા હતા.

ટાઉન પોલીસને જિલ્લાના ચોરીના અનેક ગુના ઉકેલાશે તેવી આશા
નવસારી શહેર અને જિલ્લામાં ભૂતકાળમાં ક્યાં ક્યાં ચોરી કરી છે તેને લઈને પણ નવસારી પોલીસે આ ગેંગના સભ્યોની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે આ ગેંગના સભ્યો રાત્રીના સમયે ધારદાર હથિયારોથી કોઈપણ મજબૂતમાં મજબૂત તાળાને અને ઘરને તોડવા માટે કુખ્યાત છે ત્યારે જિલ્લા પોલીસ હવે કડક વલણ અપનાવી ચોરોની તપાસ શરૂ કરશે

અન્ય સમાચારો પણ છે...