તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્વનિ પ્રદૂષણ:કાનના પડદા ફાડી નાખે તેવો અવાજ કરતા બુલેટ બાઈકો સામે નવસારી પોલીસની લાલ આંખ, 70 જેટલા બુલેટ ડિટેન કર્યા

નવસારી15 દિવસ પહેલા
 • લોકોએ પણ પોલીસને આ મામલે ઘણી ફરિયાદો કરી હતી
 • ડિટેઇન કરાયેલા બુલેટ માલિકોને 5 હજારનો દંડ ફટકાર્યો

નવસારી જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. બુલેટમાં સાઇલેન્સર સાથે ચેડા કરવામાં આવે છે અને તેના કારણે વધારે અવાજ નીકળે છે, જેને લઇને અનેક ફરિયાદો આવતા ટ્રાફિક વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને 70 જેટલા બુલેટ ડિટેઇન કર્યા હતા તેમજ 5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. પોલીસે 70 જેટલા વાહનો જપ્ત કર્યાઆ તમામ ફરિયાદોના પગલે જિલ્લા ટ્રાફિક વિભાગે આ મામલે એક્ટિવ થઈને આવા મોડિફાઈડ વાહનો સામે લાલ આંખ કરી, આગળ કામગીરી હાથ ધરી દીધી હતી. પોલીસે સમગ્ર જિલ્લામાં કેટલાક ડેસિબલથી વધારે ધ્વનિ ઉત્પન્ન કરતા 70 વાહનોને જપ્ત કરી લીધા હતા. તેની સાથો સાથ પોલીસે આ તમામ બાઈકોને ડિટેઇન કરીને RTOનો મેમો આપી 5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

સાઈલેન્સર સાથે ચેડા કરી ઘોંઘાટ કરાય છેયુવાનોથી લઇને તમામ લોકોમાં વર્ષો પહેલાથી બુલેટ બાઇકનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે કેટલાક લોકો અલગ થ્રિલ મેળવવા માટે બુલેટના સાઇલેન્સરમાં ચેડા કરતા રહેતા હોય છે, જેના કારણે તેમના બુલેટમાંથી સામાન્ય બાઇક કરતા વધારે અવાજ નિકળતો હોય છે. આવા કૃત્યને કારણે જાહેરમાર્ગો પર ધ્વનિ પ્રદુષણ પણ ફેલાય છે અને લોકો પરેશાન પણ થતા રહે છે. આ મામલે નવસારીના જિલ્લા પોલીસ વડાને અનેક ફરિયાદ રૂપી અરજીઓ આવી હતી. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આવા વાહનોને શાળા અને હોસ્પિટલો પાસેથી પસાર થવા પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો