તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ભાન ભૂલી:તલાટી અને સરપંચના કૌભાંડ સામે આંદોલન કરવા ગયેલી દાદી સાથે 4 વર્ષની પૌત્રીને પણ નવસારી પોલીસે ગાડીમાં બેસાડી દીધી

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહિલાઓની અટકાયત કરતી વખતે ભાન ભૂલેલી પોલીસે દાદી સાથે બાળકીને પણ વાનમાં બેસાડી દીધી હતી - Divya Bhaskar
મહિલાઓની અટકાયત કરતી વખતે ભાન ભૂલેલી પોલીસે દાદી સાથે બાળકીને પણ વાનમાં બેસાડી દીધી હતી

જલાલપોર તાલુકાનાં તવડી ગામે સરપંચ અને તલાટીનાં મેળાપીપણામાં માટી કૌભાંડ બાબતે ગ્રામજનો કલેકટરને ફરિયાદ કરવા આવ્યા હતા. કલેકટરે ત્રણ કલાક સુધી તેમને મુલાકાત આપી ન હતી. અંતે પોલીસે ગ્રામજનોને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોય, કલેકટરનાં જાહેરનામાં ભંગ બદલ 71 લોકોની અટક કરી હતી. જોકે પ્રદર્શનકારીઓની અટકાયત કરતી વખતે નવસારી ગ્રામ્ય પોલીસ ભાન ભૂલી હતી અને આંદોલન કરી રહેલા દાદી સાથે તેમની 4 વર્ષની પૌત્રીને પોલીસવાનમાં બેસાડી દીધા હતા.

કલેકટર મહિલા હોવા છતાં મહિલા પોલીસ વગર 23 મહિલાને ડિટેન કરાઈ
કલેકટર રૂબરૂ ફરિયાદ સ્વીકારે તેમ જણાવતા કલેકટરે આ બાબતે પ્રત્યુતર ન આપીને ૩ કલાક ગ્રામજનોને કલેકટર કચેરી બહાર ઉભા રાખ્યા હતા. બાદમાં પોલીસને બોલાવીને ન્યાય અર્થે આવેલા ગ્રામજનોને પીસીઆર વાન બોલાવીને ધક્કે ચડાવીને બેસાડ્યા હતા. જેથી ગ્રામજનોએ પોલીસ અને કલેકટરની હાય હાય બોલાવી હતી, જેમાં યુવાનોને ધક્કો મારીને વાનમાં બેસાડયા હતા. મહિલા પોલીસની ગેરહાજરીમાં 23 મહિલાની અટક પણ ગ્રામ્ય પોલીસે કરી હતી.

ગ્રામ્ય પોલીસ દ્વારા આંદોલન કરી રહેલી મહિલાઓની અટકાયત કરાઈ હતી
ગ્રામ્ય પોલીસ દ્વારા આંદોલન કરી રહેલી મહિલાઓની અટકાયત કરાઈ હતી

કલેક્ટર જાતે આવદેન સ્વીકારે તેવી ગ્રામજનોએ હઠ પકડી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા તવડી ગામના સરપંચ કેતન પટેલ અને તલાટી વિરુદ્ધ આવેદન આપવા માટે 100થી વધુ ગ્રામવાસીઓ કલેકટર કચેરી પર ભેગા થયા હતા અને માગ કરી હતી કે કલેક્ટર જાતે કચેરી પટાગણમાં નીચે આવીને આવેદન સ્વીકારે પણ આ મામલે કોઇ અધિકારી નીચે ન આવતા ગ્રામવાસીઓએ હઠ પકડી હતી.

શુ છે સમગ્ર વિવાદ
તવડી ગામમાં આવેલી 64 વીઘા જમીનમાં 18 ફૂટ તળાવ ખોદવાનો પરવાનો મેળવી 35 ફૂટ ગેરકાયદેસર જમીન ખોદીને ગામવાસીઓના જણાવ્યા મુજબ અંદાજીત 35 કરોડનું કૌભાંડ સરપંચ કેતન પટેલ અને તલાટી આચર્યું છે. આ સમગ્ર મુદ્દે ગામવાસી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી સરપંચને હિસાબ બતાવવા અનેક વાર રજુઆત કરી પણ સરપંચ દ્વારા કોઈ સનતોષકારક જવાબ ન આપતા વિવાદ વકર્યો છે.

મહિલાઓની અટકાયત કરતી વખતે 4 વર્ષની બાળકીને પણ વાનમાં બેસાડી દીધી હતી
મહિલાઓની અટકાયત કરતી વખતે 4 વર્ષની બાળકીને પણ વાનમાં બેસાડી દીધી હતી

શું છે તવડીના ગ્રામજનોની માગ
તવડી ગામ એ ડૂબાણ માં આવતા અહીં વરસાદી સીઝનમાં પાણી ભરાય છે જેને લઈને વર્ષોથી ગામમાં વિકાસલક્ષી કામગીરી થઈ નથી અને સરપંચ અને તલાટી દ્વારા સાથે મળીને માટીનું કૌભાંડ આચાર્યના આક્ષેપ સાથે ગામવાસીઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા છે. વર્ષમાં અનેક વખત કલેક્ટર કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને માનસિક રીતે થાકેલા ગ્રામવાસીઓએ ધીરજ ગુમાવી સરપંચને પદભ્રષ્ટ કરવાની માગ અને તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરી છે.

ગામના દરેક વ્યક્તિએ આવેદન આવ્યું
સરપંચ વિરુદ્ધ ગ્રામજનો દ્વારા આંદલોન કરવામાં આવ્યું છે. સરપંચે માટીનું કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે ગ્રામજનો પહોંચ્યા હતા. મહત્વની વાત એ છેકે ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ કલેક્ટર કચેરી પહોંચી હતી અને દરેક વ્યક્તિએ કલેક્ટરને આવદેન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો