તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી શહેર વિસ્તારમાં હોટલમાં મુકવામાં આવેલા સીસીટીવીમાં 30 દિવસનું બેકઅપ થાય છે કે નહીં તે અંગે નવસારી એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ત્રણ જેટલી હોટલમાં આ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને પડ્યું હતું. જેને લઇને ત્રણેય હોટલના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીસીટીવી જાહેરનામાં ભંગના કેસો શોધવા માટે પીઆઈ મયુર પટેલે તેમના સ્ટાફને સૂચના આપી હતી. જેમાં પોસઈ એન.ટી પુરાની ,કિશોર ગુલાબ ,ભાવેશ જયમન ભાઈ દિનેશ ફુલસિંગ અને કિરણ દિનેશભાઈ નવસારી શહેરમાં આવેલી વિવિધ હોટલમાં ચેકિંગ કરવા ગયા હતા.લુન્સીકુઈ વિસ્તારમાં આવેલી ત્રણ હોટલમાં કાસા વેજીટેરીયન ફૂડ હબમાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ ચેક કરતા 30 દિવસનું બેક અપ જણાયું ન હતું જ્યારે સીટી કોર્નર હોટલમાં લાગેલું ડીવીઆર બંધ હાલતમાં હતું અને સબ વે હોટલમાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ ચેક કરતા 30 દિવસનું બેક અપ જણાયું ન હતું. તમામ ત્રણ હોટલના સંચાલકો વિરુદ્ધ કલેકટરનાં સીસીટીવી કેમેરા અંગેનાં જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરી હતી. વધુ કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.