કોરોના વોરિયર્સનું સન્માન:100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થતા નવસારી પોલીસે સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સનું સન્માન કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 જેટલા કોરોના વોરિયરને સન્માનિત કરાયા
  • કોરોનામાં અવસાન પામેલા પોલીસ કર્મીઓના પરિવારનું સન્માન કરાયું

દેશમાં વાયુવેગે થઇ રહેલા વેક્સિનેશનની કામગીરીનો આંક 100 કરોડને પાર થયો છે, જેની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારે વિવિધ રીતે કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.

જેના ભાગરૂપે આજે નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત 70 થી વધુ કોરોના વોરિયર્સ સ્ટાફને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.સાથેજ આજે પોલીસ સભારણ દિવસ હોવાથી જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામનાર પોલીસ કર્મીઓના પરિવારને પણ સન્માનિત કરીને શોક સલામી આપી હતી.

કોરોનાકાળમાં રાત દિવસ અને ખડેપગે સેવા આપનારા સિવિલ હોસ્પિટલના સ્ટાફની કામગીરી સરાહનીય અને દિશાસૂચક રહી છે જેને બિરદાવવા માટે કેન્દ્ર સરકાર આગળ આવી છે અને વિવિધ રીતે આવા કોરોના વોરિયર્સને સન્માનિત કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેને લઇ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક બી એસ મોરી એસ.ઓ.જી પી.આઇ કમલ લીમ્બાચીયા ટાઉન પીઆઇ મયુર પટેલ અને વિજલપોરના પી.એસ.આઇ ગોસ્વામી રૂરલ પી.આઈ બ્રહ્મભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓએ સિવિલ ખાતે હાજર રહીને સિવિલના દરેક કર્મચારીની તેમની કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા.

કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતા અનેક મેડિકલ કર્મચારીઓ સંક્રમિત બનીને તેમણે શહીદી વહોરી હતી ત્યારે તેવા શહીદ મેડિકલ કર્મીઓને પણ આજના દિવસે યાદ કરવામાં આવ્યા હતા હાલમાં જ્યારે કોરોના સમાજમાંથી ધીરે ધીરે ઓસરી રહ્યો છે અને તેની અસર ઓછી થઈ રહી છે ત્યારે સમાજ ફરિવાર પોતાના મુખ્ય ધારામાં પ્રવેશ કરી રહ્યો છે તેવામાં કોરોનાની પહેલી અને બીજી લહેર માં પોતાનું મહત્ત્વનું યોગદાન આપનાર તમામ મેડિકલ ના કર્મચારીઓ અને શહીદ પોલીસકર્મીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર સન્માનિત કરી રહી છે.

આજે પોલીસ સંભારણા દિવસ હોવાથી જિલ્લાના પરેડ ગ્રાઉન્ડ ખાતે ફરજ દરમ્યાન કોરોના ની સારવાર દરમ્યાન અવસાન પામેલા પોલીસ કર્મીઓને પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે તેમણે સ્મૃતિ ચિહ્નન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...