રાજ્યમાં અમદાવાદ અને બોટાદમાં લઠ્ઠાકાંડને કારણે નીપજેલ મોતને કારણે જિલ્લા કક્ષાએ પણ પોલીસ સફાળી જાગીને દેશી દારૂના ઉપર તવાઈ લાવી છે.જેમાં નવસારી જિલ્લામાં પણ એક જ દિવસમાં 94 જેટલા કેસ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
કયા તાલુકામાં કેટલા કેસ?
નવસારીના તાલુકા કક્ષાએ સંબંધિત પોલીસ સ્ટેશનોને સુચના આપવામાં આવી હતી. જે પ્રમાણે નવસારી રૂરલ હદમાં 20, નવસારી ટાઉન પોલીસમાં 13 કેસ જલાલપુર પોલીસે 21, વિજલપોર અને ગણદેવી પોલીસે 5-5 કેસો, ચીખલી અને વાંસદા પોલીસે 9-9 કેસ બીલીમોરા અને મરોલી પોલીસે 4-4 કેસો અને મરીન પોલીસે 2 કેસ નોંધ્યા છે જેમાં પોલીસે કુલ 34 બુટલેગરોને જેલમાં ધકેલી દીધા છે અને 19,732 નો મુદ્દા માલ કબજે કર્યો છે જ્યારે વિદેશી દારૂનો માત્ર બે કેસ નોંધાયા છે દેશી દારૂના અડ્ડા ઉપર પ્રોહીબિશન ડ્રાઇવ હેઠળ છાપી મારી ચાલુ રાખતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ગ્રામ્ય કક્ષાએ જાગૃતિ આવી
નવસારી તાલુકાના તેલાડા ગામે ત્રણ દિવસ અગાઉ ગામમાં દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સાથે મીટીંગ કરીને બંધ કરાવવા માટે તજવીજ શરૂ કરી હતી તો સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષકને પણ આવેદન આપી દારૂના રેડમાં સહયોગ આપવા માટે આવેદન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.