તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટેક્સ કન્સલ્ટન્ટ સામે ફરિયાદ નોંધવા માટે સુરત પોલીસની નવસારીને ખો

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર મહિલાનો વકીલ સાથે સુરતના 3 પોલીસ મથકનો ફેરો ફોગટ

નવસારીમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પાનકાર્ડ અને રિટર્ન ભરી આપવાની લાલચ આપી સુરતના એક ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા 100થી વધુ લોકોના દસ્તાવેજો બનાવી ખાતા બનાવી કરોડોના વ્યવહાર બાબતે ફરિયાદ કરવા નવસારીના જાગૃત નાગરિક સુરત ગયા હતા પરંતુ 3 પોલીસ સ્ટેશનમાં ગયા બાદ આ ઘટના નવસારીમાં બની હોય ત્યાં જ ફરિયાદ કરવા જણાવ્યું હતું. નવસારીના ફાલ્ગુની કોઠારી દ્વારા નવસારી કલેકટરને લેખિતમાં રૂબરૂ અને મુખ્યમંત્રીને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ કરી હતી.

જેમાં જણાવ્યું કે સુરતમાં મહિધરપુરામાં આવેલ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા નવસારીના રહીશોના દસ્તાવેજોના આધારે ખાતા ખોલાવી તેમની જાણ બહાર કરોડોના બેનામી વ્યવહાર કરતા હતા. આ ખાતેદાર પૈકી એક મહિલાને ઘર બનાવવા માટે લોનની જરૂરિયાત ઉભી થતા નવસારીની એક બેંકમાં જતા બેંક અધિકારીએ તેમના ખાતામાં કરોડોનું બેલેન્સ હોવાનું જણાવી લોન કેમ માંગો છો તેમ કહેતા દસ્તાવેજોની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

આ બાબતે ફાલ્ગુની કોઠારી અને ભોગ બનનાર મહિલા સુરતના કડોદરા, લાલગેટ અને અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ માટે ગયાં હતા પરંતુ અધિકારીઓએ ઘટના નવસારીમાં બની હોય નવસારી પોલીસમાં ફરિયાદ કરવા જણાવતા મંગળવારે સુરતનો આંટો ફોગટ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...