તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ઓનલાઇન અભ્યાસ કરતા નવસારી નગર પ્રા. શાળાના બાળકો પ્રથમ કસોટી આપવા ઓફલાઇન પરીક્ષામાં બેઠા

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 95 ટકા છાત્રોની હાજરી
 • વતન ગયેલા વાલીઓ પોતાના સંતાનો સાથે ખાસ પરીક્ષા માટે નવસારી પરત આવ્યાં

નવસારીમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ કોરોનાના કારણે ઓફલાઇન અભ્યાસ કરતા અને વતન ગયેલા વાલીઓએ પોતાના સંતાનોના અભ્યાસ ઉપર વિપરીત અસર ન પડે તે માટે ખાસ નવસારી પોતાના બાળકો પરીક્ષા આપે તે માટે આવ્યા હતા. જેમાં પરીક્ષામાં હાજરીનો દર 95 ટકાથી વધુ રહ્યો હતો અને જે બાકી રહ્યા તેમના ઘરે જઈ શિક્ષકો પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપી 100 ટકા છાત્રો પરીક્ષા આપે તેમ નગર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

નવસારી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોરોના દરમિયાન ધોરણ-3 થી 8ના છાત્રો અભ્યાસથી વંચિત ન રહે તે માટે ઓનલાઇન અભ્યાસક્રમ અને શાળાના શિક્ષકો દ્વારા આ છાત્રોના ઘરે જઈ તેમને અભ્યાસક્રમની કોપી પણ પહોંચાડવામાં આવી હોવાનું કાર્ય કર્યું છે. કોરોના કાળમાં નવસારીના શિક્ષકોએ અભ્યાસ બાબતે સરાહનીય કાર્યવાહી કરાઇ રહી છે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દરેકે આપવી ફરજીયાત હતી. જેમાં ધોરણ-3 થી 5ના છાત્રો માટે ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરાયું હતું અને તેમને ઘરે જઈને શિક્ષકોએ પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપી પરીક્ષા લીધી હતી. જ્યારે ધોરણ-6 થી 8ના છાત્રો માટે શાળામાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું હતું.

જેમાં પ્રથમ સત્રની નિદાન કસોટીમાં પરીક્ષા આપી હતી. જેમાં નવસારીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 17 જેટલી શાળામાં ધોરણ-6ના 536 પૈકી 517, ધોરણ-7ના 449 પૈકી 433 અને ધોરણ- 8 માં 560 પૈકી 529 છાત્રોએ ઓફલાઇન પરીક્ષા આપી હતી. ધોરણ-6થી 8 માં 95 ટકા છાત્રોએ પરીક્ષા આપી હતી. જ્યારે જે બાકી રહેલા છાત્રોને ઘરે જઈને પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપી પરીક્ષા લઈ 100 ટકા છાત્રો પરીક્ષા આપે તેવું આયોજન કરાયું છે. તેમના માર્ક દરેક શાળામાંથી સ્કેનિંગ કરી ગુણપત્રકમાં અપલોડ કરતા માહિતી રાજ્ય પરીક્ષા વિભાગમાં મોકલી અપાશે.

બાકી રહેલા વિદ્યાર્થીઓને ઘરે પ્રશ્નપત્ર-ઉત્તરવહી અપાશે
શાળામાં અભ્યાસ બંધ હોય ધોરણ-3ના 464, ધોરણ 4 ના 510, ધોરણ-5ના 536 છાત્રોએ ઘરે બેસી પરીક્ષા આપી હતી. ધોરણ-6 માં 536 પૈકી 517, ધોરણ-7માં 449 પૈકી 433 અને ધોરણ-8મા 560 પૈકી 529 છાત્રોએ શાળામાં હાજર રહી પરીક્ષા આપી હતી. જે બાકી રહ્યા તેમને ઘરે જઈ પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપવામાં આવશે. જેમના માર્ક્સ ઉત્તરવહી તપાસ્યા બાદ સ્કેનિંગ કરી રાજ્ય પરીક્ષા વિભાગને દરેક શાળા દ્વારા મોકલી આપવામાં આવશે.

પરીક્ષા માટે વાલીઓએ સ્વયંભુ ઉત્સાહ દર્શાવ્યો
નવસારીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રથમ સત્ર નિદાન કસોટીમાં આમ તો વતન ગયેલા છાત્રો માટે જવાબ લખી સોશિયલ મીડિયા મારફતે જમા કરવાની સૂચના આપી હતી. કોઈને શાળામાં પરીક્ષા આપવા માટે ફોર્સ કરવામાં આવ્યો નહતો પણ વાલીઓએ પોતાના વહાલસોયા સંતાનોના સારા ભવિષ્ય અને અભ્યાસમાં આગળ વધે તે માટે નવસારી આવ્યા અને શાળામાં ઓફલાઇન પરીક્ષા અપાવી તે નવસારી માટે ગૌરવની વાત કહી શકાય.
> ભૂમિકા પટેલ, શાસનાધિકારી, નવસારી.ન.પ્રા.સમિતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો