તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી-વિજલપોર પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર-1માં આવેલા જલાલપોરના મીઠાકૂવા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી બે વર્ષથી જર્જરિત હાલતમાં છે. નગરપાલિકા તેને તોડવાની જગ્યાએ ત્યાં ભયજનક હોવાનું બેનર મારવાની કામગીરી પણ કરી ન શકતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. શહેરમાં જર્જરિત મકાનોને નોટિસ આપનાર પાલિકા અન્ય વિભાગો સાથે સંકલન કરી જર્જરિત પાણીની ટાંકી વહેલી તકે દુર કરે તેવી માંગ ઉઠી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કાર્યવાહી થાય છે.
પાલિકા દ્વારા અત્યાર સુધીમાં શહેરમાં આવેલી અંદાજે 40 થી વધુ જર્જરિત મિલકતોને નોટિસ આપીને મકાનોને ઉતારી લેવા અથવા તેને રિપેર કરવા જણાવવામાં આવ્યું છે પરંતુ નવસારીમાં સમાવિષ્ટ જલાલપોરના મીઠાકૂવા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થઈ હોવા છતાં તેને તોડવા બાબતે કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. મીઠાકુવા વિસ્તારમાં રસ્તાની બાજુમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થઈ છે .આ ટાંકી ગમે તે સમયે તૂટી પડવાની શક્યતા છે, એક સપ્તાહથી ટાંકીના સ્લેબ ખરી રહ્યા છે. આ બાબતે ગ્રામજનોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હતી.
આ જર્જરિત પાણીની ટાંકી શોભાનાં ગાંઠિયા સમાન છે તેને ઝડપથી તોડવાની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે. જોકે પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે પાણીની ટાંકી બાંધનાર જિલ્લા પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ સંકલન ન થતા જર્જરિત પાણીની ટાંકી દુર કરવા અંગે કામગીરી કરાતી નથી. જો કે સરકારી વિભાગોના યોગ્ય સંકલન ન હોય તો આ જર્જરિત ટાંકી આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં.
પાલિકામાં રજૂઆતો કરાઇ પણ જોખમીનું બોર્ડ મૂકવા પણ તસ્દી નહીં
પાણીની ટાંકી જર્જરિત છે તે બાબતે પાલિકામાં રજૂઆત કરી પણ તે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવાઈ હોય તે તોડવાની કામગીરી બાબતે કોઈ નિર્ણય આવ્યો નથી. છેલ્લા એક સપ્તાહથી ટાંકીમાંથી સ્લેબ ખરી રહ્યા હોવાથી આ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. આ સ્થળે રસ્તા પર 24 કલાક લોકોની અવરજવર રહે છે. શાળા આવેલી છે અને બાળકો પણ પસાર થઈ રહ્યા છે. આ બાબતે પાલિકા દ્વારા ભયજનક બોર્ડ પણ મુકાયા નથી. ગામના યુવક મંડળ દ્વારા કાગળ મૂકી લોકોને સાવધાન કરાઈ રહ્યા છે. ગામલોકોને ભયમાંથી મુક્ત કરાવે તે જરૂરી છે નહીંતર કોઈ મોટી દુર્ઘટના થાય તો નવાઈ નહીં. > વિજયભાઈ પટેલ, સ્થાનિક, જલાલપોર મીઠાકૂવા
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.