પુન:નિર્માણ:નવસારી નગરપાલિકાએ રિંગરોડની બીજી લેન બનાવવા રૂ. 1.45 કરોડ મંજૂર કરી મુહૂર્ત કઢાવ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષના લાંબા વિરામ બાદ બીજી લેન બનાવવાનો નિર્ણય લેવાયો રિંગરોડનું કામ ખોરંભે પડતા ટ્રાફિકની સમસ્યા પણ વણસી

નવસારી શહેરનો રિંગરોડ શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે, પરંતુ પાલિકાના શાસકો અને વહીવટતંત્રની ઊદાસીનતાના કારણે રિંગરોડને રાજકીય અખાડો બનાવી 10 વર્ષથી પણ જૂના રિંગરોડનું કામ ખોરંભે પાડી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે 10 વર્ષ બાદ પાલિકાને જૂનો રિંગરોડ યાદ આવતાં રુપિયા 1 કરોડ 45 લાખ મંજૂર કરી બીજી લેન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રકાશ ટોકીઝથી રૂસ્તમવાડી, વિરાવળ, ભેંસતખાડા થઈ ઇસ્લામપુરા સુધીનો રિંગરોડ નવસારી નગરપાલિકાનો અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેકટ છે.

જેમાં ભેંસતખાડાથી આગળ રોડ નથી બની શક્યો. 10 વર્ષ અગાઉ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત આ રિંગરોડ મંજૂર કરવામાં આવ્યો હતો, જે શહેરના વિરાવળ નાકાથી ભેંસતખાડા સુધી બન્યો હતો. 850 મીટરનો આ રિંગરોડ માત્ર 400 મીટર જેટલો જ બની શક્યો હતો અને અતિક્રમણ વધુ હોવાના કારણે રિંગરોડનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. 10 વર્ષ અગાઉ વિરાવળથી ભેંસતખાડાનો રોડ માત્ર એક લેનનો બન્યો હતો,

જેમાં બીજી લેનનો રોડ કોઈક કારણસર બનાવાયો ન હતો. હવે 10 વર્ષના લાંબા વિરામ બાદ બીજી લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે પાલિકા દ્વારા રૂપિયા 1 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. શહેરમાં અધૂરા રહેલા રોડ અને વધતા જતા અતિક્રમણ પર પાલિકા ફરી કેવી રીતે રોડ બનાવશે એના પર પૂર્વ વિપક્ષી સભ્યો સવાલો કરી રહ્યા છે.નવસારી શહેરના ફરતે રિંગરોડ બનાવવા તમામ ભંડોળ આપીને રાજ્ય સરકારે કામ પૂર્ણ કરવા તાકીદ કરી છે.

શહેરના વિકાસની દશા અને દિશા નક્કી કરવા રાજ્ય સરકાર જરુરિયાત મુજબ પાલિકાને ભંડોળ આપી વિકાસ માટેના પ્રયાસો કરી રહી છે, ત્યારે પાલિકાના શાસકો અને વહીવટી તંત્રના આંખ આડા કાન જેવા વલણને લીધે રિંગરોડનું કામ ખોરંભે પડતા શહેરનો વિકાસ રુંધાયો છે અને ટ્રાફિકની સમસ્યા પણ વણસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...