નવસારી જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનું પરિણામ જાણવા નીચે સ્ક્રોલ કરો
નવસારી જિલ્લામાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની 13 સંસ્થાની ચૂંટણીમાં કોરોના સંક્રમણના ભય કે 37 ડીગ્રી ગરમીની પરવા કર્યા વગર મતદારોએ અમૂલ્ય મત આપવા અનેરો ઉત્સાહ દર્શાવતા લોકશાહીમાં પ્રાણ પુરાયા હતા. નવસારી જિલ્લા પંચાયતમાં 30 બેઠકમાંથી 27 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. નગરપાલિકામાં નવસારીમાં 52માંથી 51 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે અને ગણદેવીમાં 24માંથી તમામ 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે તાલુકામાં 132 બેઠકમાંથી 104 ભાજપ, 26 કોંગ્રેસ અને 1 અપક્ષના ફાળે ગઈ છે.
2021નું પરિણામ
નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં 71.51 ટકા સરેરાશ મતદાન, નવસારી-વિજલપોર નગરપાલિકામાં 58.26 ટકા અને ગણદેવી નગરપાલિકામાં 74.55 ટકા મતદાન થયું છે. તાલુકામાં ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા હતા.
મતદારોની જાગૃતિથી મતોનો વરસાદ
તાજેતરમાં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં પ્રમાણમાં ઓછા મતદાનથી બંને પક્ષના ઉમેદવારોને ચિંતા સતાવતી હતી, પરંતુ મતદારોની જાગૃતિને પરિણામે ઈવીએમમાં મતોનો વરસાદ થયો છે.
2015નું રિઝલ્ટ
2015માં નગરપાલિકાની 44 બેઠકોમાંથી 30 બેઠક પર ભાજપ અને 14 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. જિલ્લા પંચાયતમાં 30 બેઠકમાંથી 17 ભાજપ અને 13 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે તાલુકા પંચાયતમાં 134 બેઠકમાંથી 71 ભાજપ અને 61 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.