રજૂઆત:સેનેટરી ઇન્સ્પેક્ટર પર થયેલા હુમલા અંગે નવસારી પાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સમગ્ર મામલે કાર્યવાહી થાય તે માટે ચીફ ઓફિસર જે.યુ. વસાવાને રજૂઆત કરી

કોડીનાર નગરપાલિકાના કર્મચારીઓ પર અસામાજિક શખ્સ દ્વારા હુમલો કરવા બાબત મોટાભાગની નગરપાલિકા આ સમગ્ર મામલે વિરોધ નોંધાવીને જે તે નગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ત્યારે નવસારી નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓએ પણ નવસારી ચીફ ઓફિસર જે.યુ. વસાવાને આ સમગ્ર મામલે કાર્યવાહી થાય તે માટે આવેદનપત્ર આપ્યું છે.

કોડીનાર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પર રોજિંદી સફાઈ કામગીરી દરમિયાન વાહન ખસેડવા બાબતે એક કાર ચાલક દ્વારા હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર માર મારવાનું બનાવ બન્યો છે. આ બનાવની નોંધ લઇ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

નવસારી નગરપાલિકામાં કાર્યરત તમામ કર્મચારીઓએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી છે. અસામાજીક તત્વો પર હાથમાં કાયદો ન લઇ કર્મચારી સાથે ગેરવર્તન આચરણમાં ન આવે તેના વિરોધમાં આજે એક આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...