તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવકનું સન્માન:નવસારી મોઢ ઘાંચી સમાજ દ્વારા કોરોનામાં અગ્નિદાહ આપનાર હિન્દુ સ્મશાનભૂમિના સેવકોનું બહુમાન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને મંડળ દ્વારા સન્માનપત્ર સાથે પ્રોત્સાહક રાશિ પણ આપવામાં આવી

નવસારી જિલ્લામાંમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ મૃત્યુ પામ્યાં બાદ તેમના મૃતદેહને નવસારી વિરાવળ સ્મશાનગૃહમાં લાવવામાં આવતા હતા. જે દરમિયાન સ્મશાનભૂમિમાં રાત -દિવસ એક કરીને ખડેપગે મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપીને તેમને પંચતત્વમાં વિલિન કરનારા કર્મચારીઓનું મોઢ ઘાંચી યુવક મંડળ દ્વારા સન્માનપત્ર આપવા સાથે પ્રોત્સાહક રાશિ પણ આપવામાં આવી હતી.કોરોના કાળની બીજી લહેરમાં રાજય સાથે નવસારી જીલ્લાની વિકટ પરિસ્થિતિ હતી.

નવસારી શહેરમાંથી અને આજુબાજુના વિસ્તારોમાંથી 800થી વધુ લોકો સંક્રમણમાં મૃત્યુ થયા હતા ત્યારે કોરોનાગ્રસ્ત મૃતદેહોને સાવચેતીપૂર્વક અને કોરોના પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરીને સ્મશાનભૂમિના કર્મચારીઓએ ડર્યા વગર અને ફ્રન્ટલાઈન વર્કરની ફરજ નિભાવી હતી. નવસારી કાલિયાવાડી સ્વપ્નલોકમાં આવેલ નવસારી મોઢ ઘાંચી યુવક મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્મશાનભૂમિનાં અગ્રણીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં જ્યારે મહામારીનો દોર ચાલી રહ્યો હતો ત્યારે સૌથી વધુ અગ્નિદાહ વિરાવળ હિન્દુ સ્મશાન ભૂમિમાં આપવામાં આવ્યા હતા. કોરોનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારને સાંત્વના આપવાની સાથે હિન્દુ સ્મશાન ભૂમિના સેવકોએ બહુમૂલ્ય સેવા આપી કપરાં કાળમાં કોરના સંક્રમિત મૃતદેહોને અગ્નિદાહ અાપવાનું કાર્ય કોઇપણ હિચકિચાહટ વિના પૂરૂ પાડ્યું હતું. તેમની આ દિલેર કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિને બિરાદાવવા માટે મોઢ ઘાંચી સમાજ દ્વારા ડાઘીઓનું બહુમાન કરી તેમને અનેરૂ સન્માન અપાયું હતું.

સમાજનું ઋણ અદા કરવાનો પ્રયાસ
જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવારજનો પણ અડવાથી બચતા હતા તેવા કપરા સમયે વિરાવળ સ્મશાનભૂમિના કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવીને અંતિમ સંસ્કારની પ્રક્રિયા અવિરતપણે જ ચાલુ રાખી હતી ત્યારે તેમને સન્માનવાનો કાર્યક્રમ યોજી સમાજનું ઋણ અદા કરવાનો એક પ્રયાસ છે. > ભૂપેન્દ્ર ગાંધી, મંત્રી, મોઢ ઘાંચી યુવક મંડળ નવસારી

અન્ય સમાચારો પણ છે...