મુખ્યમંત્રીને પત્ર:નવસારીના ધારાસભ્યની CMને રજૂઆત, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, રાહત પેકેજ જાહેર કરવામાં આવે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય પિયુષ દેસાઈએ ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ઘટતું કરવા રજૂઆત કરી(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ધારાસભ્ય પિયુષ દેસાઈએ ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ઘટતું કરવા રજૂઆત કરી(ફાઈલ તસવીર)

નવસારી જિલ્લામાં 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે.

આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે
ધારાસભ્ય પિયુષ દેસાઈએ પત્રમાં લખ્યું છેકે, નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યોછે. જેથી હાલમાં જિલ્લાના ખેડૂતોને આંબા, ચીકુ, ડાંગર તેમજ શાકભાજી વગેરે પાકમાં ખુબજ મોટું નુકસાન થઇ રહ્યું છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે પણ ખુબજ મોટું નુકસાન થયું છે. જે અંગે ઘટતું કરી ખેડૂતોને આર્થિક રાહત પકેજ આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

ધારાસભ્ય પિયુષ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ધારાસભ્ય પિયુષ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અન્ય સમાચારો પણ છે...