ધારાસભ્યનો પતંગ હવામાં:નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ પરિવાર સાથે પતંગ ચગાવ્યો, રાજકારણમાંથી સમય મેળવી હળવા થયા

નવસારી18 દિવસ પહેલા

નવસારીમાં વહેલી સવારથી પવન ન હોવાને કારણે પતંગ રશિયાઓ નિરાશ થયા હતા. છતાં પણ ધાબે ચડીને સૌ કોઈએ પતંગ ચગાવવા નો પ્રયાસ કર્યો હતો નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશ દેસાઈએ પણ પરિવારના સભ્યો સાથે ધાબા પર જઈ પતંગ ચગાવ્યો હતો.

કોરોનાના બે વર્ષ સૌ કોઈ મનગમતા તહેવાર ઉજવી શક્યા ન હતા ત્યારે કોરોનાનું અસ્તિત્વ રહ્યું નથી ત્યારે નવસારી જિલ્લામાં પતંગ રશિયાઓએ પતંગ ચગાવી લાંબા સમય બાદ ઉજવણી કરી છે, ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ પત્ની અને બાળકો સાથે ધાબા પર ઉત્સાહ સાથે ઉજવણી કરીને ફાફડા જલેબી નો નાસ્તાની જીયાફત ઉડાવી હતી.પોતાના વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય મેળવીને પેચ કાપી હતી. આજે અનેક પરિવારોને પાંજરાપોળમાં જઈને પશુઓ ની પણ સેવા કરી હતી તો અનેક સમાજિક સંસ્થાઓએ પક્ષીઓ ને રેસક્યું પણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...