જલાલપોર તાલુકાના આટ -ખંભલાવમાં અંદાજે 275 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી નવસારી મેડિકલ કોલેજમાં અન્ય સુવિધાઓ સાથે હોસ્ટેલ, મ્યુઝિયમ વિગેરે સમાવતી યુઝર ફ્રેન્ડલી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સરકારે બે વર્ષ અગાઉ નવસારીમાં મેડિકલ કોલેજની જાહેરાત કરી હતી.બાદમાં આ કોલેજ માટે નવસારીથી થોડે દુર આવેલ આટ-ખંભલાવ ગામે જમીનની ફાળવણી પણ કરી છે. હવે આ પ્રોજેકટ માટેની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ નવસારી મેડિકલ કોલેજનું બાંધકામ તથા અન્ય સુવિધા જે ખંભલાવમાં તૈયાર થનાર છે. તેમાં અંદાજે 275 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોલેજ માટેની ડિઝાઇન યુઝર ફ્રેન્ડલી, મોડ્યુલર બનાવાઈ છે અને ખાસ કરીને કોલેજ દરિયાથી નજીક બનનાર હોય તે બાબતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ભવિષ્યમાં એક્સપાનશન કરવું પડે તે બાબત પણ ધ્યાને રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ મેડિકલ કોલેજના બાંધકામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયાની તજવીજ શરૂ થઈ છે અને આગામી દિવસો ટેન્ડરિંગ બાદ બાંધકામ પણ શરૂ થઈ જશે. મેડિકલ કોલેજમાં કોલેજની સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ ઉપરાંત સ્ટાફ કવાટર્સ પણ હશે. પ્રોજેક્ટની ડિઝાઇન સ્થપતિ ડિઝાઇનર એન્ડ કન્સલટન્ટ દ્વારા તૈયાર કરાયાની જાણકારી મળી છે.
કોલેજ અનુલક્ષીને બનનાર નવસારીની સિવિલ હોસ્પિટલ
આટ-ખભલાવ ગામે મેડિકલ કોલેજ અને હોસ્ટેલનું બાંધકામ તો થવાનું છે, પણ મેડિકલ કોલેજ સંલગ્ન અનેક સુવિધા નવસારી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ઉભી કરવામાં અવનાર છે. વર્ષો જુનું સિવિલ હોસ્પિટલનું મકાન તોડી નાખવામાં આવ્યું છે અને ત્યાં નવું મકાન બનાવવામાં આવનાર છે.
આ નવું મકાન મેડિકલ કોલેજની જરૂરિયાતને ધ્યાને લઇ બનનાર છે. નવું મકાન ગ્રાઉન્ડ પલસ 8 ફ્લોરનું આકાર લેનાર છે અને તેમાં મેડિકલ કોલેજને અનુલક્ષીને અનેક વિભાગો, સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ નવી સિવિલ હોસ્પિટલ પાછળ અંદાજે 300 કરોડનો ખર્ચ થનાર છે.
આ સુવિધાઓ ઉપલબ્ધ હશે
ડિપાર્ટમેન્ટવાઇઝ લેબ, લેક્ચર થિયેટર, સ્કિલ લેબ, લાઈબ્રેરી, મ્યુઝિયમ, ટીચિંગ રૂમ, સ્ટુડન્ટ અને સ્ટાફ બન્ને માટે કોમન રૂમ, બોયસ -ગર્લ્સની હોસ્ટેલ, સ્ટાફ કવાટર્સ ઉપરાંત અન્ય અનુસંગિક સુવિધાઓ.
આ વિભાગોની સુવિધા હશે
એનાટોમી, ફિઝિઓલોજી, બાયોકેમેસ્ટ્રી, પેથોલોજી, માઈક્રોબાયોલોજી, ફાર્માકોલોજી, ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી, કોમ્યુનિટી મેડિસિન, જનરલ મેડિસિન, પીડિયાટ્રિક, સાઈકયાંત્રિક, દરમેટોલોજી, જનરલ સર્જરી, ઓર્થોપેદીકસ, રેડીઓ ડાયોગનોસીસ, ઓપથેમોલોજી, એનેથેસીઓલોજી, ડેન્ટિસ્ટરી, ફિઝિકલ મેડિસિન અને રિહેબીલીટેશન, ઇમરજન્સી મેડિસિન, રેડિએશન ઓનકોલોજી વિગેરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.