દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વસઇથી સુરત લઈ જવાતો વિદેશી દારૂ નવસારી LCBએ ઝડપી પાડ્યો, 2 શખ્સ સાથે એક લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સુરતના કામરેજ કડોદરામાં દારૂ ઉતારવાનો હતો

નવસારી શહેરને અડીને આવેલા નેશનલ હાઇવે નંબર-48થી મોટા પાયે દારૂની હેરાફેરી છેલ્લા અનેક સમયથી વધી રહી છે. જેને લઇ પ્રોહિબિશનના આ કારોબારને ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરતા સબંધિત પોલીસ મથકમાં બુટલેગરોને ઝેર કરવા કડક સૂચના આપવામાં આવી છે. જેને લઈને એલસીબીએ બોરીયાચ ટોલનાકા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચના કર્મીઓએ મુંબઇથી અમદાવાદ જતા રોડ ઉપર ટોયોટા ઇટિયોસ કારમાંથી પૂંઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ 915 નંગ જેની બજાર કિંમત 1 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી છે.

દારૂ સાથે પકડાયેલા મુંબઈના આરોપી કાંચન ગણપત વારોસે અને આશુતોષ શર્માની પુછતાછ કરતાં જણાવ્યું હતું કે, આ મુદ્દામાલ પ્રહલાદસિંહ નામના ઇસમે ભરાવીને સુરતના કામરેજ કડોદરાની વચ્ચે ભારતબેઝ નામની કંપની પાસે રોડ પર ભાવેશ સુતરિયા નામના ઈસમને પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. કાર, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સાથે દારૂ મળી કુલ 5 લાખ 13 હાજરનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે. આ સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે. આ કેસમાં દારૂ ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મેળવનાર કુલ 3 ઇસમોને વોન્ટેટ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...