નવી દિલ્હી ICAR દ્વારા વર્ષ -2018માં રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટ (NAHEP) હેઠળ વિદ્યાર્થીઓ અને ખેડૂતોમાં કૌશલ્ય વિકાસ માટે માધ્યમિક કૃષિ એકમની સ્થાપના નામની યોજના આધુનિક કૃષિ વિજ્ઞાન અને તાંત્રીકતાને (CAAST) લગતા પેટા પ્રોજેક્ટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે મંજુર કરેલ હતી.
આ પ્રોજેક્ટના માધ્યમથી યુનિવર્સિટી દ્વારા અદ્યતન સાધનો, મશીનરી, મૂલ્યવૃધ્ધિમાં તાંત્રીકતા, વન ઉત્પાદનનો ઉપયોગ, વન્ય જીવવિજ્ઞાન તથા વૃક્ષો જાણવણી કાર્યક્રમો, કેળાના થળનું મૂલ્યવૃધ્ધિ (Banana Pseudostem Unit), વન ગુણવત્તા પરીક્ષણ પ્રયોગશાળા અને પશુધન વિકાસ વ્યવસ્થાપન જેવી વિવિધ અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
હાલ CAAST પ્રોજેક્ટ હસ્તક કાર્યરત ત્રણ એકમોને ફૂડ સેફટી મેનેજમેન્ટ અને ક્વોલીટી મેનેજમેન્ટ દ્વારા ISO પ્રમાણિત કરવામાં આવ્યા છે. NAHEP-CAAST પ્રોજેક્ટના નેજા હેઠળ 8 ઉદ્યોગસાહસીકો, 50 થી વધુ વાંસ/લાકડામાંથી બનાવવામાં આવતી બનાવટો, 12 જેટલી ફળ અને શાકભાજીમાંથી બનાવેલ બનાવટો, બનાના સ્યુડોસ્ટેમમાંથી વિકસાવેલ ૨ પ્રવાહી ન્યુટ્રીએન્ટ તથા બે મોબાઈલ અને વેબ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે.
વર્ષ 2021-22 દરમ્યાન PIU, ICAR, New Delhi દ્વારા કરવામાં આવેલ કામગીરી મૂલ્યાંકનના આધારે રાષ્ટ્રીય સ્તરે SAUS/ICAR સંસ્થાઓમાંથી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી બીજા ક્રમે આવેલ છે. વધુમાં, કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરતા પ્રોજેક્ટ સાથે સંકળાયેલ તમામ સ્ટાફમિત્રો, વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવા સાથે સાથે ખેડૂત સમુદાય માટે વધુમાં વધુ પ્રગતિશીલ કાર્ય કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.