નવસારી કૃષિ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની કૃષિ વિષયક પરિસ્થિતિને ધ્યાને લઈ કૃષિ સશોધન, કૃષિ શિક્ષણ અને અગ્રીમ હરોળના કૃષિ વિસ્તરણનુ કાર્ય કરે છે. ‘’એજયુકેશન વર્લ્ડ’ એક સુપ્રસિધ્ધ મેગેઝીન છે. જેના દ્વારા દેશમા ઉચ્ચ શિક્ષણમા કાર્યરત સસ્થાઓની અસરકારકતાનો અભ્યાસ હાથ ધરવામા આવે છે. ગત વર્ષ દરમ્યાન હાથ ધરાયેલ સ્પર્ધાત્મક અભ્યાસમા નવસારી કૃષિ યુનિવર્સિટીને ત્રણ ગૌરવશાળી સન્માન પ્રાપ્ત થયા છે. વર્ષ 2022-23ના રેન્કીગમા દેશની કૃષિ યુનિવર્સિટીઓ અને બી.એસસી. કૃષિ અભ્યાસક્રમમા ચોથુ સ્થાન મેળવવાની સાથે ગુજરાતમા પ્રથમક્રમે સન્માન પ્રાપ્ત કરેલ છે.
નવસાસારી કૃષિ યુનિવર્સિટીની અસ્પી બાગાયત–વ–વનિય મહાવિદ્યાલયની બી.એસસી. હોર્ટીકલ્ચર શૈક્ષણિક કોલેજને કવોલીટી ઓફ કેમ્પસ લાઈફ ક્ષેત્રે દેશમા પાચમા સ્થાન સાથે ગુજરાતમા પ્રથમ ક્રમ હાસલ કરી ગૌરવ પ્રાપ્ત કરેલ છે.કુલપતિશ્રી ર્ડા. ઝેડ. પી. પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીની ધુરા સંભાળ્યા બાદ ત્રણ-ત્રણ ગૌરવશાળી એવાર્ડ પ્રાપ્ત થતા સમગ્ર કૃષિ યુનિવર્સિટીના સ્ટાફ કર્મચારીઓ અને વિદ્યાર્થી આલમમા આનંદની લાગણી પ્રસરી છે.
કુલપતિ ર્ડા. ઝેડ. પી. પટેલે આ એવાર્ડસ તા. 28/05/2022ના રોજ લીલા એમ્બેન્સી ગુરગાવ, હરીયાણા ખાતે એક કાર્યક્રમમા સ્વીકારતા જણાવ્યુ કે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા, 25 જેટલા સશોધન કેન્દ્રો દ્વારા ખેડૂતોલક્ષી સંશોધનો અને 5 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને અન્ય કેન્દ્રો દ્વારા ખેડૂતોને નવિનતમ તાંત્રિકીઓની જાણકારી સાથે સમાજને ઉદ્યોગ સાહસિકતા તરફ લઈ જવા સૌના સહિયારા પ્રયત્નોથી આ સિધ્ધી મળેલ છે. જે માટે યુનિવર્સિટીના દરેક ક્ષેત્રના તમામ કર્મચારી ગણ અભિનંદનને પાત્ર છે અને આ એવાર્ડસ સ્વિકારતા હુ ગૌરવની લાગણી હુ અનુભવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.