પ્રોત્સાહન:નવસારી કૃષિ યુનિવર્સિટીને સરકાર તરફથી ઇન્ટર નેશનલ બાયો ફોર્ટીફાઇડ બનાના પ્રોજેકટ અપાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે બનાના ફોર્ટીફાઇડ એન્ડ ડીસીસ રેસીસ્ટન્ટ પ્રોજેકટ(2021-2024)ને ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના વડા ડો. અંકુર પી. પટેલે જણાવ્યુ હતું કે, આ પ્રોજેકટ નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી, મોહાલી (પંજાબ)ના ડાયરેક્ટર ડો અશ્વિની પરીખ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એસ. આર. ચૌધરી સાથે ત્રણ વર્ષ માટે કરાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ માં નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી, મોહાલી (પંજાબ), નેશનલ રીસર્ચ સેન્ટર ફોર બનાના, ત્રીચી (તામિલનાડુ), ભાભા ઓટોમિક રીસર્ચ સેન્ટર, મુંબઈ, ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર વચ્ચે સહિયારા સહયોગથી કરવામાં આવશે. ભારત સરકાર પ્રોજેકટ માટે કુલ 49 લાખ રૂપિયા ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને આપશે.

વધુમાં પ્રોજેકટ ઇન્ચાર્જ ડો. અંકુર પી. પટેલે જણાવ્યુ હતું કે, ભારત સરકાર દ્વારા આખા દેશમાંથી ફક્ત ત્રણ રાજ્યોને ગુજરાત (ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.,ગણદેવી), આસામ(જોરહટ) અને તામિલનાડુ (કોઇમ્બતુર)ને આ પ્રોજેકટ આપવામાં આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત કેળામાં પ્રોવિટામીન-એ અને આર્યનની માત્રા દસ થી પંદર ગણી વધારે હશે તેમજ કેળાનો માવો ઘેરા પીળા રંગનો હશે. જેને ખાવાથી કલાકો સુધી ભૂખ ના લાગે અને મનુષ્યમાં વિટામિન અને આર્યનની ઉણપ દૂર કરી શકાશે તેમજ ભવિષ્યમાં વિવિધ રોગો સામે રોગ પ્રતિરોધક રશી પણ બનાવી શકાશે.

સદર પ્રોજેકટ મળવાથી તેમજ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને વર્ષ 2020 માટે આખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના(ફળ) અંતર્ગત ભારતના કુલ 62 જેટલા સેન્ટરો માથી પ્રથમ નંબર આવેલ હોય નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ઝીણાભાઈ પી. પટેલે ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...