મૂલ્યાંકન:નવસારી કૃષિ યુનિ. 73% સાથે સમગ્ર દેશમાં પ્રથમ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ બેંક ફંડેડ NAHEP-CAAST પ્રોજેક્ટ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા દેશની 75 વિશ્વવિદ્યાલયો પૈકી 14 પસંદગીની કૃષિ વિશ્વવિદ્યાલયોને વર્લ્ડ બેંક પુરસ્કૃત નેશનલ હાયર એગ્રીકલ્ચર એજ્યુકેશન પ્રોજેક્ટ (NAHEP) અંતર્ગત સેન્ટર ફોર એડવાન્સ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CAAST) પ્રોજેક્ટ ફાળવવામાં આવેલ હતો. જેનું મૂલ્યાંકન થર્ડ પાર્ટી દ્વારા વર્લ્ડ બેંકએ કરાવેલ છે.

મૂલ્યાંકન દરમ્યાન સઘળી માહિતી વર્લ્ડ બેંક દ્વારા તેમની સાઇટ પરથી એકત્રિત કરેલ, જેમાં નાણાનો હેતુ મુજબ વપરાશ જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વિદ્યાર્થી અને ખેડૂતોના વિકાસ માટે કરેલા કાર્યો, ફેકલ્ટી ઈમ્પ્રુવમેંટ, રોજગાર, ઉદ્યોગ સાહશિકોને પ્રોત્સાહન, વિદ્યાર્થી સંઘ સભ્યો સાથે વાર્તાલાપ, ઉદ્યોગો સાથે કરાર જેવા ઘણા મુદ્દાઓને સમાવી માર્કિંગ પધ્ધતિના આધારે મૂલ્યાંકન કરી નંબર આપ્યો છે. નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ, ડો. ઝેડ પી. પટેલે રાષ્ટ્રીય કક્ષાએ આ સિધ્ધિ મળવા બદલ તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને પ્રોજેક્ટમાં સંકળાયેલ વૈજ્ઞાનિકોના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાં સામેલ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના તમામ વૈજ્ઞાનિકોએ પ્રતિબદ્ધ અને જવાબદાર પ્રયત્નો થકી આગામી વર્ષોમાં પણ આ પદ જાળવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...