તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી:નવસારી ખાટકીવાડ મસ્જિદ કોર્ટે ખોલવાની પરવાનગી આપી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી-વડોદરાના ટ્રસ્ટીઓમાં સમાધાન થયું

નવસારીમાં આવેલ ખાટકીવાડ મસ્જિદમાં માર્ચના પ્રથમ સપ્તાહ પહેલા કોર્ટના હુકમને લઇને પ્રાંત અધિકારી અને ડીડીઓની હાજરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદ સીલ કરવામાં આવી હતી. જોકે તે જ દિવસથી નવસારી અને વડોદરાના ટ્રસ્ટીઓ વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા અને બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું હોય ત્યારબાદ બંને પક્ષોએ સમાધાનપત્ર હાઈકોર્ટમાં જમા કરાવતા કોર્ટે મસ્જિદને ખોલવાની પરવાનગી આપતા રમઝાન પર્વમાં મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

નવસારી ટાટા સ્કૂલ રોડ ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આવેલી સૈયદ અમીર એ મિલ્લતની દરગાહ આવેલી છે. મસ્જિદ પક્ષ અને દરગાહ પક્ષનો 14 વર્ષથી વિવાદ ચાલતો હતો. જેનો અંત તાજેતરમાં વડોદરામાં મળેલી મિટિંગમાં આવ્યો હતો. જેમાં નવસારીના મસ્જિદ પક્ષ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, આ વિવાદનો હંમેશ માટે નિવારણ કરીશું. અમોએ કરેલી સમજૂતી બંને પક્ષને માન્ય રહેશે એવી નવસારીના મુસ્લિમ અગ્રણીઓ સાજીદભાઈ ઝવેરી,ઝુબીન કુરેશી, બુરહાનભાઈ મલેક, આસીફભાઈ બરોડાવાળાએ રજૂઆત કરી હતી.

ત્યારબાદ વડોદરાથી જનાબ મુસ્તુફાભાઈ ખાનકાહ એહલે સુન્નતના ગાદી હાલોલ, બાબુભાઈ વકીલ, સૈયદ મોઈનનુદીન બાવા નુરુલ્લાભાઈ પઠાણ, મોહમદ હાજી સાહેબ દરગાહ તરફથી અને જનાબ સિદ્દીકભાઈ, મોઈન ભાઈ મકરાણી શબ્બીરભાઈ મદદ (કુરેશી) ટ્રસ્ટી વગેરેની હાજરીમાં મુદ્દા પર ચર્ચા થઈ અને સમાધાન પત્રને કોર્ટમાં જમા કરાવ્યું હતું. જેને લઈને કોર્ટે મસ્જિદના દ્વાર ખોલવાનો હુકમ કરતા હવે મુસ્લિમ સમાજ મસ્જિદમાં ઈબાદત કરી શકશે. જેને પગલે મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

ઘણા વર્ષોથી ચાલતા કોર્ટ કેસમાં એક માસથી ખાટકીવાડ મસ્જિદ બંધ હતી. આ બાબતે નવસારીના મુસ્લિમ અગ્રણીઓ અને વડોદરાના દરગાહના ટ્રસ્ટના હોદ્દેદારો સાથે સમાધાન કરતા તે કોર્ટમાં સોગંદનામું કરી જમા કરાવતા કોર્ટે મસ્જિદ ખોલવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...