તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નવસારી-જલાલપોર તાલુકા પેન્શનર મંડળ કોરોના રિલિફ ફંડ મુખ્યમંત્રી રાહતફંડમાં આપશે

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી-જલાલપોર તાલુકા પેન્શનર મંડળ નવસારીની કારોબારી સભા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં પ્રમુુખ દિનેશભાઇ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી. સર્વધર્મ પ્રાથના બાદ દિવંગત થયેલા સભ્યો કોરાના મહામારીમાં અવસાન પામેલાઓ, શહીદ જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અપાઇ હતી. મંત્રી મણીભાઇ પટેલે ગતસભાની નોંધ રજૂ કરી ખજાનચી મગનભાઇ નાયકે ગત વર્ષના હિસાબ સભામાં રજૂ કર્યો હતો. જેને સર્વાનુમતે મંજુર કરાયો હતો. કોરોના રિલીફ ફંડ માટે મંડળ તરફથી સભ્યોને એક દિવસના પેન્શનની રકમ સ્વેચ્છાએ દાન માટે અપીલ કરાઇ હતી.

જેમાંથી રૂ.51,000 પી.એમ કેર ફંડ, રૂ.1,51,000 સી.એમ રિલીફ ફંડમાં અગાઉ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ.51,000ની કીટ બનાવીને અસરગ્રસ્તોને વહેંચી હતી. બાકી રહેલી રૂ.2,50,000/-ની રકમ ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં દાન કરવાનું સર્વાનુમતે જણાવાયું છે. સભાજનોને પ્રમુખ દિનેશ મિસ્ત્રીએ આવકારી શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપપ્રમુખ દિલીપ નાયકે આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો