કોરોના ઇફેક્ટ:નવસારી જેલના 54 કેદીને વધુ 45 દિવસ ઘરે જ રાખવા નિર્ણય, કેદીઓને ઘરે રાખવા હાઇકોર્ટની નવી ગાઈડલાઈન

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સબ જેલના 54 કેદીને હાલ કોરોના મહામારીના પગલે હાઇકોર્ટની નવી ગાઇડલાઇન મુજબ પોતાના ઘરે જામીન પર છોડી મુકવામાં આવ્યા છે. જેથી જેલમાં કેદીઓની સંખ્યા પણ ઘટી જાય અને સંક્ર્મણ ન ફેલાય, ત્યારે  લોકડાઉનનું ચોથું ચરણ પૂરું થઇ ગયું છે અને કેદીઓનો ઘરે રહેવાનો સમય પણ પૂરો થઇ ગયો છે, ત્યારે આ કેદીઓને ફરી તેમના જ ઘરે વધુ સમય રહેવા માત્રે હાઇકોર્ટે નવી ગાઈડલાઈન બહાર પડી દીધી છે.

વધતા જતા કોરોનાના કેસો અને ભારતમાં પણ કોરોનાના અજગર ભરડામાં આવ્યા બાદ ભારત સરકારે દેશની મોટાભાગની જેલોમાં જેમાં કેદીઓની સંખ્યા વધારે છે તેવી જેલોમાં કાચા કામના કેદીઓને જામીન પર ઘરે મોકલી આપવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો હતો. જેથી જેલોમાં રહેતા હજારો કેદી એકબીજાના સંક્ર્મણમાં ન આવે ત્યારે નવસારી સબ જેલમાં પણ લોકડાઉનની શરૂઆતમાં 54 કાચા કામના કેદીને તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા, ત્યારે હવે 2 મહિના જેટલો લાંબો સમય નીકળી ગયો છે અને આ કેદીઓના જામીનનો સમય પણ પૂરો થઇ ગયો છે. બીજીબાજુ કોરોનાના કેસની સંખ્યા નવસારી જિલ્લામાં પણ વધી રહી છે, ત્યારે આ કેદીઓને તેમના જ ઘરે વધુ રાખવા માટે હાઇકોર્ટે તમામ ઘરે ગયેલા કેદીઓ માટે 45 દિવસનો વધુ સમય લંબાવ્યો છે અને હજુ અંદાજિત 150 જેટલા કેદી જેલમાં જ છે. જેમને યોગ્ય રીતે રાખવા માટે જેલના સુપ્રિટેન્ડન્ટ એન.અે. દેસાઈ સમયાંતરે જેલમાં સેનેટાઇઝ, માસ્ક, સાબુથી વારંવાર હાથ ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા પર ભાર મૂકે છે અને તેની પૂરતી તકેદારી પણ રાખે છે. હાલ નવસારી સબજેલમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી ત્યારે કોરોનાના આ સમયે ઘરે ગયેલા કેદીઓને વધુ સમય પરિવાર સાથે રહેવા મળશે.

અન્ય સમાચારો પણ છે...