તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેક્ટર અને તંત્ર નિષ્ક્રિય:દર્દી સાથે નવસારીની હોસ્પિટલો પણ ઓક્સિજન પર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં ઓક્સિજનની અછતને લઇ વિસ્ફોટક સ્થિતિ, દરરોજ 2500 બોટલની જરૂર સામે અડધા પણ મળતા નથી
  • 11 હોસ્પિટલોના સંચાલકોએ કલેક્ટર અને તંત્ર નિષ્ક્રિય હોવાનો બળાપો કાઢ્યો, ઓક્સિજન પર રહેલા 400થી વધુ દર્દીઓને જોખમ વધ્યું

નવસારીમાં કોરોનાની સારવાર કરતી 11 હોસ્પિટલોના સંચાલકોએ ઓક્સિજનની ભારે અછત અનુભવતી હોય આ બાબતે જિલ્લા પ્રશાસનને જાણ કરતા તેઓએ હાથ ઊંચા કરી દેતા સંચાલકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. સંચાલકોએ હવે ઓક્સિજન નહીં તો દર્દીઓને સારવાર નહીં આપવાનું મન મનાવી લીધું હોવાનું પણ જાહેરમાં જણાવ્યું હતું.

નવસારીમાં વિવિધ હોસ્પિટલો હવે નવા દર્દીઓને દાખલ નહીં કરે કારણકે આ હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી. જેને લઇને કોરોનાની સારવાર લેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો જે દર્દીઓના ઓક્સિજન લેવલ ઘટશે તો તેમને હવે ક્યા સારવાર કરવી તે અંગે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

શહેરની 11 જેટલી હોસ્પિટલના સંચાલકો આજે સર્કિટ હાઉસ ખાતે મળ્યા હતા અને તેમને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલોમાં હાલ સારવાર લેતાં 400 જેટલા કોરોનાના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવા અમારી પાસે ઓક્સિજન સ્ટોક નથી, વારંવાર જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે અને ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે, તેમ છતાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં હોવાને કારણે અમો દર્દીઓની સારવાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ​​​​​​​આવા સંજોગોમાં જો કોઈ દર્દીનું અવસાન થાય તો જવાબદાર કોણ? માટે જ્યાં સુધી અમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવાની વ્યવસ્થા સરકાર ના કરે ત્યાં સુધી નવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ નહીં કરીશું.

​​​​​​​હોસ્પિટલ સંચાલકોએ પોતાની મજબૂરી બતાવી હવે નવા દર્દીઓને દાખલ કરવાની ના પાડી છે. તે જોતા આગામી દિવસમાં જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ રસ્તા પર તરફડતા જોવા મળે તો નવાઈ નહીં કારણકે તેઓને સારવાર માટે ક્યાં જવું અને કોણ કરશે સારવાર તે સામે પ્રશ્નાર્થ ઉપસ્થિત થશે. તેમ જણાવી પ્રસાશનને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા અપીલ કરી હતી. વહેલી તકે ઓક્સિજનની વ્યવસ્થા નહીં કરાય તો મૃતાંક પણ વધી શકે.

ગમે તે કરો પણ અમારા શહેરને બચાવો : ડો. બક્ષી
નવસારી જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધતા અને વધુ ભયાવહ સ્થિતિ સર્જાતા નવસારીના ડોકટર બક્ષીએ સોશિયલ મીડિયામાં ફરીથી લોકોને મદદે આવવા અને તંત્રને જગાડવા ગુહાર લગાવી છે. તેઓ વહેતા થયેલા વીડિયોમાં હાથ જોડીને સરકાર લોકોની મદદ કરે તે માટે અપીલ કરી રહ્યા છે.

નવસારીવાસીઓએ ન જોયા હોય તેવા દિવસો જોવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે
નવસારીની સ્થિતિ દિવસે દિવસે ખૂબ જ વિકટ થઇ રહી છે. ઓક્સિજન બોટલના અભાવે હોસ્પિટલ દર્દીઓને કોરોના સારવાર આપવા માટે સક્ષમ નથી. દર્દીનો જીવ બચાવવા તમામ હોસ્પિટલનો સ્ટાફ તનતોડ મહેનત કરી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા જે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હોય એ આવા કપરા સમયમાં પૂરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. તાત્કાલિક ધોરણે જો ઓક્સિજનની સગવડ ન કરાય તો નવસારીવાસીઓ માટે આજદિન સુધી ન જોયા હોય તેવા કપરા દિવસો આવે તેવી સ્થિતિ ઉભી થઇ છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને હોસ્પિટલોમાં જરૂરી ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડે તે ખૂબ જરૂરી છે. > રાજ દેસાઇ, ટ્રસ્ટી, ઓરેન્જ હોસ્પિટલ

​​​​​​​જિલ્લામાં એક પણ ઓક્સિજન ફીલીંગ સ્ટેશન જ નથી
નવસારી જિલ્લામાં દરરોજ ઓછામાં ઓછી 2500 બોટલની ડિમાન્ડ રહે છે. તેની સામે હાલ અડધા પણ હોસ્પિટલોને બોટલ મળતી નથી. શરૂઆતના તબક્કામાં ઓક્સિજનની અછત ન હતી, પરંતુ સંક્રમણ વધતા ધીમે ધીમે દર્દીઓ વધતા હવે તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઉભી થવા માંડી છે. હાલ હોસ્પિટલ સંચાલકો પોતાની રીતે તેનું મેનેજ કરી લેતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઇ ગંભીરતા દાખવાઇ નથી.

હાલ સુરતથી ઓક્સિજન લાવવામાં મુશ્કેલી પડી રહી છે, દર્દીઓને દાખલ કરાયા બાદ તેને મૃત્યુના મુખમાં જતાં હોસ્પિટલના સ્ટાફનો કોઇપણ માણસ જોઇ શકતો નથી. એ દર્દ તંત્ર નહીં સમજી શકે. દરેક સુરત જિલ્લાના અધિકારીઓ નવસારીની હોસ્પિટલો માટે રીફીલીંગ કરવા દેતા નથી. આખા નવસારી જિલ્લામાં એક પણ ફીલીંગ સ્ટેશન નથી. જેને લઇ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકારે નવસારી નજીક ફીલીંગ સેન્ટર ફાળવી આપવું જોઇએ, જેથી રાહત થાય. > દેવેશ પટેલ, લાયન્સ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો