શુભકામના:નવસારી હાઇસ્કૂલનો પ્રોજેક્ટ જિલ્લામાં પ્રથમ

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસની સ્પર્ધા યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પુરસ્કૃત નવસારી જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત 29મી રાષ્ટ્રીય ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં નવસારી કે‌ળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચત્તર વિદ્યાલયની ધો. 10ની છાત્રા જૈમિની સુનિલકુમાર પટેલ તથા રોશની વિજયભાઈ પટેલે સાયન્સ ફોર સસ્ટેનેબલ લિવિંગ વિષય પર રજૂ કરેલા પ્રોજેકટ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ આવ્યો છે. તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

આ સ્પર્ધામાં નવસારી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત બી.પી.બારીયા સાયન્સ કોલેજમાં યોજાઈ હતી. જેમાં 11 કૃતિ રજૂ થઈ હતી. આ વિદ્યાર્થિનીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. આ પ્રોજેકટ હવે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નવસારી કેળ‌વણી મંડળના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઠાકોરભાઈ નાયક, મંત્રી તુષારકાંત દેસાઈ, આચાર્ય રાજેષભાઈ ટંડેલ, વ્યવસ્થાપક મંડળના સભ્યો તથા શાળા પરિવારે અભિનંદન પાઠવી ભાવિ સ્પર્ધા માટે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...