રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નવસારી ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003નાં અમલીકરણ અંગે ગુરૂવારે નવસારીના કબીલપોર-ગ્રીડ વિસ્તારમાં આરોગ્ય અને એસઓજી વિભાગનાં સહયોગથી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનાં 100વારના વિસ્તારમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતા હોય, 18 વર્ષથી નીચેનાં વ્યક્તિને તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ જેવા બોર્ડ કે સ્ટીકર લગાવેલા નહીં હોય, જાહેર સ્થળ પર ધુમ્રપાન કરતા હોય તેમને કાયદાની જોગવાઇ હેઠળ તમાકુ અધિનિયમ 2003(COTPA - 2003) મુજબ દંડ ફટકારવામાં આવેલ છે.
નવસારી આરોગ્ય શાખા અને એસઓજી દ્વારા સંયુક્ત રેડ કરતા ગ્રીડ વિસ્તારમાં આવેલી 8 જેટલી જગ્યાએ 18 વર્ષની નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ છે. બોર્ડ લગાવવું જરૂરી હોવા છતાં કોઈ પગલાં નહીં લેતા 8 દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરી રૂ. 1600નો દંડ કર્યો હતો.
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલનાં નોડલ ઓફિસર ડો. ભાવેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ કબીલપોર ગ્રીડ વિસ્તારમાં એસઓજી વિભાગનાં દિપીકાબેન ચૌધરી અને આરોગ્ય વિભાગનાં સોશિયલ વર્કર બિજલ ટંડેલ દ્વારા સ્કવોર્ડ બનાવી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.