ગણેશોત્સવમાં વેક્સિનેશન:નવસારી આરોગ્ય વિભાગે બુસ્ટર ડોઝ આપવા ગણેશ મંડળોનો સંપર્ક કર્યો, લોકોએ પણ રસ દાખવ્યો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાબા સમયથી બૂસ્ટર ડોઝ મામલે લોકોની ઉદાસીનતા સામે આવી હતી
  • આરોગ્ય વિભાગે સામૂહિક ગણેશ મહોત્સવમાં કામગીરી આરંભી

હાલમાં શહેર, મોહલ્લા અને ગલીઓમાં ગણેશ પ્રતિમાઓ સ્થાપી લાબા સમય બાદ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે આ તકને ઝડપીને ગણેશ મંડળોમાં જઈને બુસ્ટર ડોઝ આપવાનું એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.

નવસારી જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાં લોકોએ બુસ્ટર ડોઝ લેવાનું લગભગ માંડી વાળ્યું છે. ત્યારે કોરોના ફરીવાર માથું ન ઉચકે તેને લઈને તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ગણેશ મંડળોનો સંપર્ક કરીને કોરોના વેક્સિનનો ત્રીજો એટલે કે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી છે. જેમાં નવસારી શહેરમાં આજે રવિવારના દિવસે મહત્તમ લોકોએ બુસ્ટર ડોઝ લઈને કોરોનાનાં સંભવિત ખતરા સામે રક્ષણ મેળવ્યું છે.

ભલે નવસારી જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થયો હોય પરંતુ આરોગ્ય વિભાગ હજી પણ કેસની સંખ્યા પર અને સંક્રમણ ન વધે તેને લઈને કર્મચારીઓ રાત દિવસ મોનિટરિંગ હાથ ધર્યું છે. ત્યારે નવસારી શહેરમાં આજે ગણેશ મંડળનો સંપર્ક કરીને સ્થળ પર જઈ મહિલા પુરુષોને બુસ્ટર ડોઝ આપવા નું કાર્ય આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...