સાંબેલાધાર વરસાદ:નવસારી બે કલાકથી પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

નવસારી19 દિવસ પહેલા
  • ગોઠણડૂબ પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે સાંજથી નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો અને સતત બે કલાકથી પડી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જુનાથાણા, ગોલવાડ, ચારપુલ, ભારતી ટોકીઝ સહિતના વિસ્તારોમાં પાણી ભરવા ના દ્રશ્યો સામે આવ્યા છે. તો સાથે જ ચારપુલ પોલીસ ચોકીમાં પણ વરસાદી પાણી પ્રવેશ્યા છે,જેને કારણે પોલીસ કર્મચારીઓને પણ કામ કરવામાં વિઘ્ન ઉભુ કર્યું છે. રસ્તા પર એક થી દોઢ ઇંચ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

છેલ્લા બે-ત્રણ દિવસથી નવસારી શહેરમાં ચોમાસા પોતાના અંતિમ તબક્કામાં જોર બતાવી રહ્યું છે. ત્યારે આજે ફરીવાર છેલ્લા બે કલાકથી પડી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી પાણી થયું છે. વરસાદ બંધ થાય અને પાણી ઉસરે તો ફરીવાર જનજીવન પોતાની ગતિમાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...