કલેકટરે બાપ્પાને વિદાઈ આપી:નવસારી ગૌરી ગણેશને જિલ્લા કલેક્ટરે પરિવાર સાથે વિદાય આપી, પૂર્ણા નદીમાં વિસર્જન કરાયું

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં પાંચ દિવસના ગૌરી ગણેશનું વિસર્જન વિરાવળ ગામ પાસે આવેલા પૂર્ણા નદીના ઓવારે ગણેશ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવના ઘરે સ્થાપિત કરવામાં આવેલા ગણપતિ બાપાને પણ પારિવારિક સભ્યો સાથે વિસર્જિત કરવામાં આવ્યા છે.

બાપ્પાને વિદાય આપી
કોરોનાના બે વર્ષ બાદ આ પ્રથમ વર્ષે ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે નવસારી શહેરની રોનક ગણેશ સ્થાપન પછી વધી છે ત્યારે માનતાના શ્રી ગણેશ દરેક ભક્તોની આસ્થા મુજબ વિસર્જિત કરવાની શરૂઆત પણ થઈ છે જેમાં નવસારી જિલ્લાના કલેકટર અમીત પ્રકાશ યાદવ ના ઘરે પણ બાપા નું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આજે કલેકટર સ્ટાફ સહિત જાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ પણ ઓવરા પર હાજર રહીને પૂજા અને આરતી કર્યા બાદ બાપ્પાને ભારે હૃદય વિદાય આપી છે.

અન્ય સમાચારો પણ છે...