તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Navsari Education Department Assists Families Of Dead Teachers Assisted Families Of 8 Teachers Who Died Accidentally In One Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ:કોરોના કાળમાં ચાલુ ફરજે અવસાન પામેલા શિક્ષકોના સ્વજનોને 14.37 લાખની સહાય

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી શિક્ષણ વિભાગે મૃત્યુ પામનાર શિક્ષકોના પરિવારને સહાય કરાઈ

શિક્ષક હમેંશા સમાજને નવી દિશા આપતો હોય છે અને નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આવી જ એક અનોખી પહેલ કરવામાં આવી છે. સારસ્વત સંવેદના આકસ્મિક નિધી હેઠળ નવસારીની ચોવીસી હાઈસ્કૂલના શિક્ષિકાના આકસ્મિક અવસાન બાદ તેમના પરિવારને ફાળો એકત્ર કરીને 14.37 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી આર્થિક મદદ કરવામાં આવી હતી. જિલ્લામાં એક વર્ષમાં આકસ્મિક રીતે અવસાન પામનારા 8 શિક્ષકોને સારસ્વત નિધી હેઠળ આર્થિક મદદ કરવામાં આવી છે.

નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા ગત ફેબ્રુઆરી 2020 માં જિલ્લાની ગ્રાન્ટેડ સરકારી શાળાનો કોઈપણ શિક્ષક કે શૈક્ષણિક સ્ટાફનું આકસ્મિક અવસાન થાય, તો તેમના પરિવારને તાત્કાલિક સ્વૈચ્છીક ફાળો ઉઘરાવી આર્થિક મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને જિલ્લાના તમામ શિક્ષકોએ સમર્થન આપ્યું અને બની સારસ્વત સંવેદના આકસ્મિક નિધી યજના. જેમાં જિલ્લામાં શિક્ષકો, આચાર્યો, શૈક્ષણિક સ્ટાફ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ મળીને 1700 થી વધુ લોકોને સાંકળી લેવામાં આવ્યા અને સૌએ સમર્થન આપ્યુ હતુ.

નવસારીના કબીલપોર સ્થિત ચોવીસી હાઈસ્કૂલના હિન્દી વિષયના શિક્ષિકા શોભનાબેન મોહનભાઇ પટેલનું ગત 15 જાન્યુઆરી, 2021 ના રોજ ટૂંકી બીમારી બાદ અવસાન થયુ હતુ. જેમનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૈધારી સહિત શિક્ષકોએ સારસ્વત સંવેદના આકસ્મિક નિધી હેઠળ સ્વૈચ્છિક ફાળા દ્વારા ભેગા થયેલા 14.37 લાખ રૂપિયાનો ચેક અઠવાડિયામાં સ્વ. શોભનાબેનના પતિ મોહનભાઇને અર્પણ કર્યો હતો. સ્વ. શિક્ષિકાના પરિવારે આર્થિક મદદ મળતા ભારે હૈયે જિલ્લા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આકસ્મિક રીતે અવસાન પામનારા શિક્ષકોના પરિવાર માટે શરૂ કરાયેલી સારસ્વત સંવેદના આકસ્મિક નિધી હેઠળ વીતેલા એક વર્ષમાં 8 શિક્ષકો આકસ્મિક રીતે અવસાન પામ્યા છે. જેમના પરિવારોને અત્યાર સુધીમાં કુલ 13.76 લાખ રૂપિયા જિલ્લાના 1700 થી વધુ શિક્ષકોએ સ્વૈચ્છિક ફાળો ઉઘરાવીને સ્વર્ગસ્થ શિક્ષકોના પરિવારજનોને સહાય રૂપે આપ્યા છે.

8 કર્મીઓના પરિવારજનોને સહાય અર્પણ
સારસ્વત સંવેદના આકસ્મિક નિધિ હેઠળ 8 માસમાં અવસાન પામેલા રૂમલા શાળાનાં સ્વ.મહેશભાઈ પટેલ, એલ.એમ.પી. શાળા બીલીમોરાનાં હરીશભાઈ પટેલ, સુખાબારી હાઈસ્કૂલનાં વસંતભાઈ દેશમુખ, માંડવખડક હાઈસ્કૂલનાં શંકરભાઈ માહલા, ગોડથલ હાઇસ્કૂલનાં નીલમબેન પટેલ, વશી હાઈસ્કૂલનાં પરેશભાઈ રાઠોડ, મદ્રેસા હાઈસ્કૂલનાં પોરસ કાસદ અને આરડી પટેલ ચોવીસી શાળાનાં શોભનાબેન પટેલનાં પરિવારજનોને મળી સહાય અર્પણ કરાઇ હતી.

સહાય નહીં સંવેદના અર્પણ કરી છે
નવસારી જિલ્લામાં આવેલી બધી જ હાઈસ્કૂલોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને આવરી લીધા છે. સારસ્વત સંવેદના આકસ્મિક નિધિ યોજના હેઠળ કોરોના મહામારી સમય દરમિયાન 8 જેટલા અકાળે અવસાન પામેલા કર્મીઓના પરિવારને રૂ. 14.37 લાખની રાશી તેમના ઘરે જઈને આપવામાં આવી હતી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અમે અમારા શિક્ષકના પરિવારને સહાય નહીં પણ સંવેદના આપીએ છીએ. > રોહિતભાઈ દેસાઈ, આચાર્ય, નગરપાલિકા હાઈસ્કૂલ નવસારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો