રમત વિશેષ:ગુજરાત રાજ્યની ઇન્ટર ડિસ્ટ્રીક્ટ વેટરન ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાની ટીમ ચેમ્પિયન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના પ્રથમ બેટિંગમાં 20 ઓવરમાં 142 રન, સુરત 134માં ઓલઆઉટ

ગુજરાત સ્ટેટ વેટરન ક્રિકેટ એસો.ના નેજા હેઠળ વલસાડ ખાતે ઝોન અને અમદાવાદ ખાતે ઇન્ટર ડીસ્ટ્રીકટ વેટરન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયુ હતું. જેમાં 11 ટીમોએ લીગ સિસ્ટમથી રમી હતી. જેની ઝોન ફાયનલ મેચ સુરત અને નવસારી વચ્ચે યોજાય હતી. નવસારી ટીમે પ્રથમ બેટિંગ લેતા 20 ઓવરમાં 142 રન કર્યા હતા. જેના જવાબમાં સુરતની ટીમ 134 રન બનાવી ઓલ આઉટ થઇ હતી અને 9 રને નવસારીની ટીમ ઝોન ચેમ્પિયન બની હતી. જેમાં નવસારીના હેમંત પટેલ મેન ઓફ ઘ મેચ બન્યા હતા. ઇન્ટર ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સુરત ખાતે અમદાવાદ અને નવસારી વચ્ચે યોજાઇ હતી.

જેમાં પ્રથમ ટોસ જીતી નવસારીની ટીમે પ્રથમ બેટીંગ કરતા 40 ઓવરમાં 244 રન કર્યા હતા. જેમાં નવસારીના કેપ્ટન ચેતન પટેલ 73 રન, પિયુષ પટેલ 48 રન, રોહીન પટેલ 45 રન અને નિલેશ પટેલે 7 બોલમાં 22 રન મુખ્ય હતા. જેના જવાબમાં અમદાવાદની ટીમ 233 રનમાં ઓલ આઉટ થઈ હતી. જેમાં રાજુ પટેલ મટવાડે 4 વિકેટ લીધી હતી અને નવસારીની ટીમ 9 રને વિજેતા બની નવસારી જીલ્લાએ ઇતિહાસ રચ્યો હતો.

જેમાં નવસારી ડીસ્ટ્રીકટ વેટરન ક્રિકેટ અસો.ના ડેવલોપમેન્ટ કમિટીના ચેરમેન અને ઉપપ્રમુખ મનહર ઢોડિયા, મંત્રી ડૉ. મયુર પટેલ, પીયુષ આર. પટેલના નેતૃત્વમાં નવસારી ડીસ્ટ્રીકટ વેટરન ક્રિકેટ એસોસિએશનની ટીમે નવસારી ડીસ્ટ્રીકટના ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની સમગ્ર ગુજરાતમાં ક્રિકેટ ક્ષેત્રે નવસારી જીલ્લાનું નામ ગુંજતું કર્યુ છે. જે બદલ એસો. પ્રમુખ ફરેદૂન મીરઝા, હિતેશ પટેલ (પારડી), એસો. સભ્યો અને ક્રિકેટ પ્રેમીઓએ વિજેતા ખેલાડીઓ અને ટીમના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...