પ્રશંસાપત્ર:નવસારી જિલ્લાના પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યને એસપીજીના ડિરેક્ટર દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરાયો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PMO અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવસારી જિલ્લાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા ને લઈને કોઈ નાનો મોટો બનાવ નો હોવાના લઈને નોંધ લેવાય

દક્ષિણ ગુજરાતના 10 જુન 2022 રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રવાસે આવ્યા હતા અને નવસારી જિલ્લાના બે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં ચીખલીના ખૂડવેલ ગામમાં ગુજરાત ગૌરવ અભિયાન તેમજ નવસારી શહેર નજીક એ એમ નાયક હેલ્થ કેર કોમ્પ્લેક્સ નું ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારે જનમેદની ઉપસ્થિત રહ્યા હતા અને દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડીયનના નેતૃત્વમાં નવસારીના જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સચોટ માર્ગદર્શન હેઠળ નરેન્દ્ર ભાઈ મોદી ગોઠવવામાં આવ્યો હતો ની અંદર કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા કોઈ નાના મોટા પ્રોબ્લેમ થયા હતા નહીં જેની નોંધ વડાપ્રધાનની સુરક્ષા કરતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ લીધી હતી અને દક્ષિણ ગુજરાત ના આશરે 5,000 થી વધુ અધિકારી પોલીસ જવાનોએ આ ફરજ બજાવીને પીએમ મોદીનો કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે અને આ બાબતને જિલ્લા પોલીસવાળા ઋષિકેશ ઉપાધ્યને એસપીજીના ડિરેક્ટર અરુણકુમાર સિંહના દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડીયન દ્વારા પીઓમો ઓફિસના સૂચનાઓ તેમજ એસપીજીના આધારે સંપૂર્ણ જવાબદારી નવસારી જિલ્લાના પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય ને સોંપવામાં આવી હતી અને આજે તેમની કાર્ય શ્રેણી તેમજ તેમની મહેનત ની આજે નોંધ પીઓમાં ઓફિસ તેમ જ એસપીજી ના ડિરેક્ટર દ્વારા લેવાય હોવાનું દક્ષિણ ગુજરાત ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની અત્યંત ગંભીર ગુનાઓ હોય કે વીઆઈપી બંદોબસ્ત હોય પોતાની જવાબદારી પોતાની નૈતિક ફરજ ના આધારે બજાવતા હોવાના એક નિખાલસ અધિકારી તરીકે એક છબી ઉભી કરી છે તેમને અટલ સરવેરા પરિવાર તરફથી પ્રશંસાપત્ર એનાયત થયા બદલ ખુબ ખુબ શુભેચ્છા પાઠવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...