દારૂડિયા ઝડપાયા:નવસારી જિલ્લા પોલીસે નવા વર્ષના પ્રથમ દિવસે જ દારૂડિયા પર તવાઈ બોલાવી, અલગ-અલગ વિસ્તારમાં 113 કેસ કર્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં દારૂ બંધી છે જેને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ખાસ કરીને 31 ડિસેમ્બરે અને નવા વર્ષના પ્રથમ દિવસે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પણ થર્ટી ફર્સ્ટની રાત્રે પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમિયાન દારૂ પીને આવતા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ નવા વર્ષના પ્રથમ દિવસે પણ દારૂ પીને વાહન હાંકવા તેમજ જાહેરમાં આવવા બદલ 113 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યાં છે.

થર્ટી ફર્સ્ટને આવકારવા માટે કેટલાય લોકો દારૂ પીને ઉજવણી કરતા હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થા ભંગ થતી હોય છે જેને રોકવા માટે નવસારી જિલ્લા પોલીસ સતત બે દિવસથી કાર્યરત હતી, જે બાદ નવા વર્ષે પણ જિલ્લા પોલીસે દારૂ પીને જાહેરમાં વાહન હાંકતા અને પગપાળા 130 લોકો વિરુદ્ધ અલગ અલગ તાલુકામાં ગુનો રજીસ્ટર કર્યો છે. દારૂબંધીનો કડક અમલવારી થાય તે માટે રાજ્ય સરકાર સતત પોલીસને સૂચનાઓ આપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવા દિશા નિર્દેશ કરે છે.

વર્ષ દરમિયાન જિલ્લા પોલીસ સતત બાતમીના આધારે દારૂની રેડ કરે છે અને બુટલેગરોને પકડવા માટે તેમના વિરુદ્ધ કેસ નોંધીને પાસા સહિતની કામગીરી કરવામાં આવે છે, થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂની હેરાફેરી વધે છે સાથે જ દારૂ પીનારા લોકો પણ છાંકતાં ન બને તેનું પણ ધ્યાન પોલીસ રાખે છે. ત્યારે નવા વર્ષ સહિત જિલ્લા પોલીસે 300થી વધુ કેસ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્નશીલ બની છે.

અન્ય સમાચારો પણ છે...