હાલમાં રાજ્યના વિવિધ શહેરોમાં વ્યાજખોરો સામે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જેમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરીને તેમના વિરૂદ્ધ પગલાં લેવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે લોકોને આવા વ્યાજખોરોના વિષચક્ર માંથી બહાર કાઢવા માટે જાગૃતિ સેમીનાર નું આયોજન થઈ રહ્યું છે નવસારી GIDC ખાતે પણ વેપારીઓ અને કર્મચારીઓ માટે ગ્રામ્ય પોલીસની આગેવાનો માં એક કાર્યકમ યોજાયો હતો. વ્યાજના વિષ ચક્ર માંથી લોકો બહાર આવવા અને સાથે જ હાલમાં ચાઈનીઝ દોરી જે ઘાતક પરિણામ લાવે છે તે અંગે જાગૃત કર્યા હતા.
ગ્રામ્ય PI અને DYSPએ કાર્યકમ હાજર રહીને સૌને માહિતગાર કર્યા હતા કે હાલમાં જે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે તેમાં સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદેસર વ્યાજે થી પૈસા આપીને બિન વ્યાજબી પૈસા વસૂલતા તત્વો વિરુદ્ધ અભિયાનની શરૂઆત થવા સાથે અનેક ધરપકડ થઈ છે.ભૂતકાળમાં અનેક લોકો વ્યાજના પૈસાના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.જેથી સરકારે સત્વરે જાગીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ કાર્યકમમાં પોલીસે ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના નુકસાનને લઈને પણ સમજ આપી હતી. ઉતરાયણ દરમ્યાન અબોલ પક્ષીઓ ધારદાર દોરાથી જખમી થયા બાદ પોતાના માળામાં પાછા ફરી શકતા નથી જેને કારણે પર્યાવરણ અને પ્રકૃતિની સાયકલ ખોરવાયા વિના આપને સૌ ઉતરાયણનો તહેવાર ઉજવીયે તેવી અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.