તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:નવસારી જિલ્લા પંચાયતનું 1007 કરોડનું બજેટ ચર્ચા વિના જ મંજૂર

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 186 કરોડની પુરાંત‌વાળું બજેટ
  • બજેટ અગાઉની જેમ પ્રમુખે નહીં પણ પ્રમુખની અનુમતીથી ડેપ્યુટી ડીડીઓએ સભામાં વાંચી સંભળાવ્યું
  • મહત્તમ નવા ચૂંટાયેલા સભ્યોને બજેટના અભ્યાસનો સમય જ ન મળ્યો, વિપક્ષના સભ્યોએ પણ વાંધા વિરોધ ન કર્યાં

નવસારી જિલ્લા પંચાયતનું આગામી 2021-22 વર્ષનું 1007 કરોડનું બજેટ કોઈ પણ ચર્ચા વિના રજૂ થયા બાદ તુરંત જ મંજૂર કરી દેવાયુ હતું.

નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ પ્રમુખ તરીકે બિનહરીફ ભીખુભાઇ આહીર વિજેતા થયા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ નિમાયા બાદ બજેટ, સમિતિની રચના સહિતના મહત્વના કામો માટે ગુરુવારે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. સભામાં નવા વરાયેલ પ્રમુખે અગાઉની પરંપરા મુજબ બજેટ વાંચન કર્યું ન હતું પણ પ્રમુખની અનુમતીથી ડેપ્યુટી ડીડીઓ શેખે બજેટની મુખ્ય બાબતો વાંચન કરી હતી. બજેટ જે રજૂ કરાયું તે જોતા કુલ 1007 કરોડ રૂપિયાના કદનું હતું, જે વર્તમાન વર્ષના કદ કરતા 50 કરોડ વધુ હતું. બજેટ રજૂ થયા બાદ કોઈ ચર્ચા વિચારણા વધુ થઈ ન હતી. વિપક્ષના 3 સભ્યે પણ કોઈ વાંધા વિરોધ, સુઝાવ આપ્યા ન હતા અને તુરંત જ મંજૂર કરી દેવાયુ હતું.

મહત્તમ સભ્યો નવા છે અને પ્રથમવાર ચૂંટાયા છે તથા બજેટના અભ્યાસનો વધુ સમય મળ્યો ન હતો. કુલ બજેટમાં 30 કરોડનું જે સ્વંભંડોળનું બજેટ છે તેમાં જે મુખ્ય નાણાકીય ફાળવણી કરાઈ છે તે રજૂ કરાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે કુલ બજેટમાં 810 કરોડની જે ગ્રાન્ટ મળનાર છે તેમાં 423 કરોડ તો જિલ્લાની 6 તાલુકા પંચાયતોને સુપરત કરાશે, જિલ્લા પંચાયતમાં તો 386 કરોડ જ ગ્રાન્ટ રહેશે. બજેટમાં 186 કરોડની પુરાંત દર્શાવાઇ છે.

378 કરોડની ગ્રાંટ અહીં વપરાશે
શિક્ષણ 1.83 કરોડ, આરોગ્ય 35.93 કરોડ, કુટુંબ કલ્યાણ 17.15 કરોડ, કુદરતી આફત 12 કરોડ, પશુપાલન 1.51 કરોડ, ખેતીવાડી 7.77 કરોડ, જાહેર બાંધકામ 1.55 કરોડ, સામૂહિક વિકાસ 109 કરોડ, નાની સિંચાઈ 12.85 કરોડ, રસ્તા-પુલો 157 કરોડ (નોંધ : 801 કરોડની ગ્રાંટમાં 423 કરોડ તા.પં.ને સુપરત)

કુલ બજેટમાં સ્વભંડોળનો હિસ્સો માત્ર 3 ટકા
આમ તો બજેટનું કદ 1007 કરોડ રૂપિયાનું છે પરંતુ તેમાં અગાઉની જેમ જ જિલ્લા પંચાયતનું પોતાનું ‘સ્વભંડોળની આવક-ખર્ચ’નું કદ તો માત્ર 30.50 કરોડ જ છે. બીજા શબ્દોમાં કહીએ તો માત્ર 3 ટકા જ છે. મહત્તમ બજેટ ગ્રાંટ આધારિત છે.

મુખ્ય 3 સમિતિની ચેરમેનશીપ નવસારી તાલુકાને, જિ.પં.ના ભૂતપૂર્વ પ્રમુખ શીલાબેન પટેલને ચેરમેનપદ નહીં
નવસારી જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં રચાયેલી સમિતિઓમાં મુખ્ય ત્રણ સમિતિની ચેરમેનશીપ નવસારી તાલુકાને જ મળશે. જેમાં કારોબારી સમિતિના ચેરમેનપદે ગણેશ સિસોદ્રા બેઠક પરથી ચૂંટોલા વિનોદ પટેલને, શિક્ષણ સમિતિના ચેરમેનપદે સાતેમ બેઠક પરથી ચૂંટાયેલા દર્શના પટેલ અને સુપા બેઠક પરથી ચૂંટાયેલા અરવિંદ પાઠકને સામાજીક ન્યાય સમિતિનું ચેરમેનપદ મળ્યું છે. આ ઉપરાંત અન્ય સમિતિઓના ચેરમેનના નામ જોતા આરોગ્ય સમિતિમાં નગીનભાઈ ગાવિત, જાહેર બાંધકામ સમિતિમાં દીપાબેન કિશોરભાઈ પટેલ, અપીલ સમિતિમાં પ્રમુખ ભીખુભાઈ આહીર, ખેત-ઉત્પાદન-સહકાર, સિંચાઈ, પશુપાલન સમિતિમાં પરિમલ પટેલ અને મહિલા, બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિનું ચેરમેનપદ ભારતીબેન હળપતિને મળ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે કાયદા મુજબ દરેક સમિતિના ચેરમેનો તો વિધિવત કમિટીની આગામી બેઠકમાં જ નિયુક્ત થશે. જોકે નામ જાહેર થઈ ગયા છે. ઉલ્લેખનીય વાત એ છે કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શીલાબેન પટેલને કોઈ સમિતિની ચેરમેનશીપ અપાઈ ન હતી.

આદિવાસી વિસ્તારમાં વેક્સિનેશન વધારવા જણાવ્યું
સામાન્ય સભામાં ડીડીઓ પ્રશસ્તિ પરીકે જિલ્લામાં વધુને વધુ કોવિડ વેક્સિનેશન લોકોને કરાવવા જિલ્લા પંચાયતના નવા સભ્યોને અપીલ કરી હતી. ખાસ કરીને આદિવાસી બહુસંખ્યક વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકામાં વેક્સિનેશન વધારવા જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ‘આદિવાસી વિસ્તારમાં ખુબ ઓછા વેક્સિનેશન’નો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં હાલ પ્રસિદ્ધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો