તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નવસારી જિલ્લા પંચાયત ફાયર સેફટી સિસ્ટમથી સુસજજ થઇ, કર્મચારીઓને ફાયર સિસ્ટમથી અવગત કરાયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વફંડોળમાંથી રૂ.31.71 લાખના ખર્ચે ભવનમાં ફાયર સેફટી સિસ્ટમ લગાવામાં આવી

નવસારી જિલ્લા પંચાયત ખાતે ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઇફ સેફટી મેઝર ઍકટના નિયમો મુજબ જિલ્લા પંચાયત ભવન નવસારીના મકાનમાં આકસ્મિક હોનારત સામે રક્ષણાત્મક પગલાંના ભાગરૂપે જિલ્લા પંચાયત નવસારી સ્વફંડોળમાંથી રૂ.31.71 લાખના ખર્ચે જિલ્લા પંચાયત ભવનમાં બનાવવામાં આવેલી ફાયર સેફટી સિસ્ટમનું લાઈવ ડેમોનસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર તથા જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

ફાયર સિસ્ટમનો લાઇવ ડેમો બતાવવામાં આવ્યો

જિલ્લા પંચાયત કચેરીમાં ગોઠવવામાં આવેલા ફાયર સેફટીની સિસ્ટમ અંગે તમામ શાખાધિકારી તથા કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. ઇલેકટ્રીસીટી તથા આગથી થતા આકસ્મિક ઘટનાથી પ્રાથમિક બચાવ માટે ફાયર ઍકસ્ટીંગીઝરનો ઉપયોગ, સાયરનનો ઉપયોગ જેવી બાબતોનો લાઇવ ડેમો બતાવવામાં આવ્યું હતું.

કર્મચારીઓને લેટેસ્ટ ફાયર સિસ્ટમ અંગે માહિતગાર કરવામાં આવ્યા

આજકાલ આગની ઘટનામાં વધારો થવા પામ્યો છે. ત્યારે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં કઈ રીતે આગની ઘટનામાં બચી શકાય અને ફાયર સિસ્ટમ તે સમયે કેટલીક ઉપયોગી નીવડે છે. તેને લઈને નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે એક લાઇવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન થયું હતું. જેમાં કચેરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને લેટેસ્ટ ફાયર સિસ્ટમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...