તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કવચ:નવસારી જિલ્લામાં હવે 53 ગામમાં 100% રસીકરણ, વેગ પકડતું વેક્સિનેશન, ઐતિહાસિક દાંડીમાં પણ 100 ટકા રક્ષિત થયા

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિક દાંડી ગામે પણ 100 ટકા રસીકરણ થયું. - Divya Bhaskar
ઐતિહાસિક દાંડી ગામે પણ 100 ટકા રસીકરણ થયું.

નવસારી જિલ્લામાં 100 ટકા રસીકરણવાળા ગામોની સંખ્યા વધી 53 થઈ ગઈ છે. છેલ્લા મહિનાથી કોવિડ રસીકરણની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. વધુ રસીકરણને લઈને જિલ્લામાં વધુ ને વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થઈ રહ્યું છે. 4 દિવસ અગાઉ જિલ્લામાં 43 ગામમાં 100 ટકા રસીકરણ હતું,જેમાં વધુ 11 ગામોનો વધારો થતાં કુલ 54 ગામો થઈ ગયા છે.

જે વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થયું છે. તેમાં દાતેજ, કસ્બા, પુણી, મલવાડા, રાનકૂવા, દાંડી, મછાડ, માસા, વાસણ, વડોલી, અલુરાનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 80 ટકાથી વધુ રસીકરણ અનેક ગામોમાં થઈ ગયું છે. જ્યારે હજી 20 ટકા જેટલા ગામો રસીકરણથી વંચિત રહ્યા છે. વહેલી તકે તેઓ પણ વેક્સિનેશન કરાવી લે તેવી અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુરૂવારે પણ 16 હજારથી વધુને વેક્સિનેશન
નવસારી જિલ્લામાં ગુરુવારે પણ 16 હજારથી વધુને કોવિડ રસી અપાઈ હતી.જે રસીકરણ થયું તેમાં 10167 જણાએ પહેલો ડોઝ અને 5984 જણાએ બીજો ડોઝ લીધો હતો.તાલુકાવાર રસીકરણ જોતા નવસારીમાં 2844, જલાલપોરમાં 3026, ગણદેવીમાં 2203, ચીખલીમાં 3634, ખેરગામમાં 1001 અને વાંસદામાં 3443 જણાએ રસી લીધી હતી. જે રસીકરણ થયું તેમાં 18થી 44 વર્ષ વચ્ચેના 7186 જણાંએ પહેલો ડોઝ અને 2972 જણાંએ બીજો ડોઝ લીધો હતો.

સતત 14મા દિવસે કોરોનાનો એકપણ કેસ નહીં
જિલ્લામાં ગુરૂવારે પણ કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસોની સંખ્યા 7183 જ રહી હતી. હાલ જિલ્લામાં કોઈ જ એક્ટિવ કેસ નથી અને જિલ્લો કોરોનામુક્ત છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ સુધીમાં કુલ 6991 દર્દી રિકવર થઇ ચૂક્યા છે. સરકારી ચોપડે કુલ મૃત્યુ આંક 192 નોંધાયો છે. સતત 14માં દિવસે કોરોનાનો કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...