તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આેફલાઇન ઓન:ધો-6થી 8માં નવસારી જિલ્લો 63.91% હાજરી સાથે રાજ્યમાં મોખરે

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પડોશી જિલ્લા સુરતમાં 36.59 %, વલસાડમાં 45.96 % અને ડાંગમાં 15.64 % છાત્રો હાજર

નવસારી જિલ્લામાં ધો-6થી 8 ના વર્ગો શરૂ થતાં કુલ 709 શાળામાં 29808 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ દિવસે 19049 વિદ્યાર્થીઓ હાજર રહેતા 63.91 ટકા સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હાજરી નોંધાઇ હતી. પ્રથમ દિવસે જિલ્લામાં 10759 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે નવસારી જિલ્લાના પડોશી જિલ્લા સુરતમાં 36.59 ટકા અને વલસાડમાં 45.96 ટકા અને ડાંગમાં 15.64 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ધો-6થી 8 ના વર્ગનો ગુરૂવારથી પ્રારંભ કરી દેવાયો છે. રાજ્યમાં 6 થી 8 ના 1788237 વિદ્યાર્થીઓમાંથી 620734 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં 33936 શાળાઓમાં વર્ગ 6થી 8 માં કુલ 34.71 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી. તેની સામે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓની હાજરીમાં નવસારી જિલ્લો 63.91 ટકા સાથે પ્રથમ રહ્યો હતો. નવસારી જિલ્લામાં આવેલી 709 પ્રાથમિક શાળાઓમાં ધો-6થી 8 ના વર્ગમાં પ્રથમ દિવસે કુલ 29808 વિદ્યાર્થીઓમાંથી 19049 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ધો-6 થી 8 ના વર્ગ દીઠ સંખ્યાની ગણતરી કરીએ તો ધો-6 માં 9746 વિદ્યાર્થીઓમાંથી 6173 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ ધો-6 માં 63.34 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. જ્યારે ધો-7 માં 9632 વિદ્યાર્થીઓમાંથી 6264 વિદ્યાર્થીઓ હાજર રહેતા 65.03 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો ધો-8 માં 10430 વિદ્યાર્થીઓમાંથી 6612 વિદ્યાર્થીઓ હાજર રહેતા કુલ હાજરી 63.39 ટકા નોંધાઇ હતી. સમગ્ર રાજ્યમાં ધો-6થી 8ના વર્ગમાં સૌથી વધુ હાજરીમાં નવસારી જિલ્લો પ્રથમ રહ્યો છે. જેને લઇને નવસારી જિલ્લા શિક્ષણ વિભાગમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આેનલાઇન વર્ગ પણ ચાલુ રખાયા છે
નગર પ્રાથમિક શાળામાં ધો-6થી 8 ના ઓફલાઇન વર્ગ શરૂ થતાં પ્રથમ દિવસે કુલ 1550માંથી 970 વિદ્યાર્થીઓ વાલીની સંમતિથી હાજર રહ્યા હતા. જ્યારે 680 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. શાળામાં ઓફલાઇનની સાથે ઓનલાઇન વર્ગ પણ ચાલુ રાખવામાં આવ્યા છે. જેથી ગેરહાજર વિદ્યાર્થીઓને અગવડ ન પડે અને તેમનુ શિક્ષણકાર્ય ચાલુ રહે. > ભૂમિકાબેન પટેલ, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી

SOPની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવાશે
વિદ્યાર્થીઓ સલામત અને સુરક્ષિત રહે તે માટે જિલ્લાની તમામ શાળાઓમાં ધો-6થી 8 સહિતના વર્ગોમાં સેનેટાઇઝ કરાય અને એસઓપીની ગાઇડ લાઇનનું પાલન થાય તે સૂચના અપાઇ હતી. શિક્ષકોએ તેને ગંભીરતાથી લઇ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી. તો વાલીઓએ પણ વિશ્વાસ દાખવ્યો હતો અને બાળકોને શાળાએ મોકલ્યા હતા. જોકે, શાળામાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક પહેરવુ અને નાસ્તો ઘરેથી જ લાવી અલગ જ રહીને તેને આરોગવા સહિતની સૂચના શિક્ષકો દ્વારા અપાઇ હતી અને તેનું ફરજિયાત પાલન કરવા તાકીદ કરાઇ છે. > રોહિતભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો