ગુજરાત રાજ્યમાં આજે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ સંતોષકારક રહેવા પામ્યું છે. ગત વર્ષોમાં કોરોના કાળ હોવા છતાં વિદ્યાર્થીઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમમાં રીતે ભણીને પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે જિલ્લાનું 84.67 ટકા પરિણામ આવતાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
જિલ્લાની 20 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, 91થી 99 ટકા મેળવનારી 37 શાળાઓ છે. ખાસ વાત એ છે કે જિલ્લાની અબ્રામા અને દાંતી સરકારી શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. હાલમાં નોન ગ્રાન્ટેડ ખાનગી શાળાની સામે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ પણ મહેનત કરીને ઉત્કૃષ્ટ પરિણામ લાવવામાં ટક્કર આપી છે.
જિલ્લાના ચીખલી ખેરગામ સહિતના આદિવાસી પંથકમાં પણ વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલ દ્વારા તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
જિલ્લાના A-1 ગ્રેડ મેળવનાર છાત્રો | ||
A-1 ગ્રેડ મેળવનાર | શાળા | ટકા |
આયુશી પટેલ | સર જે.જે.શાળા | 93.86% |
તિશા યોગેશ દેસાઈ | સર જે.જે. શાળા | 93.86% |
પ્રેયસી ડી.ગાંધી | સર જે.જે શાળા | 93.43% |
પલક કેતન રાજપૂત | સર જે.જે. શાળા | 93.43% |
હિર રાજુભાઇ પટેલ | શેઠ આર.જે.જે શાળા | 92.53% |
શિવાની આર. પ્રજાપતિ | અખિલ હિંદ મહિલા પરિષદ | 92.45% |
સંયમ પિયુષ સાવલા | ભક્તાશ્રમ શાળા | 91.86% |
લિઝા મુલતાની | હિ.ધુ.શાળા અમલસાડ | 91.71% |
ભૂમિકા નવિન રાઠોડ | હિ.ધુ.શાળા, અમલસાડ | 91.57% |
દિશા અરવિંદ ટંડેલ | એસ.બી.ટંડેલ શાળા | 91.14% |
પાણીપુરી વેચનારની દીકરી ટોપ-14મા
અખિલ મહિલા પરિષદની જે.સી.શાળામાં ધોરણ-12માં અભ્યાસ કરતી છાત્રા શિવાની રામકુમાર પ્રજાપતિએ પણ જિલ્લામાં 92.43 ટકા મેળવ્યા છે. શિવાનીના પિતા વિજલપોર વિસ્તારમાં પાણીપુરી વેચી પરિવારનું આર્થિક ગુજરાન ચલાવે છે. શિવાની કોલેજમાં બી.કોમ. કરી બેંકિંગ લાઈનમાં આગળ વધવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.