સંગઠનને મજબુત કરવાનો પ્રયાસ:નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સભ્ય નોંધણી ઝુંબેશની શરૂઆત કરી, ભાજપ સાથે બાથભીડવા નવી ટીમ તૈયાર થશે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની તમામ બેઠકો પર કબ્જો કરવા માટે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી
  • સભ્ય નોંધણી ઝુંબેશનો લોન્ચિંગ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો

નવસારી જિલ્લામાં આવેલી ચાર વિધાનસભા બેઠક પૈકી ત્રણ વિધાનસભા બેઠક ઉપર ભાજપ રાજ કરી રહ્યું છે, જ્યારે વાંસદાની એક સીટ પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર કબ્જો કરવા માટે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષ દ્વારા કાર્યકરો વધારવાનો સળવળાટ જોવા મળી રહ્યો છે.

જેમાં ગત દિવસોમાં કાર્ય કરી જિલ્લા પ્રમુખની નિમણૂંક થયા બાદ હવે કાર્યકરોની નોંધણી પ્રક્રિયાનો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો.ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનારી ચૂંટણીને લઈ હવે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશનો લોન્ચિંગ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શૈલેષ પટેલ, વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયક, એ.ડી.પટેલ, દિપક બારોટ સહિત કોંગ્રેસના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આવનારા સમયમાં નવસારી જિલ્લામાં કોંગ્રેસ પક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરાયેલી સભ્ય નોંધણી ઝુંબેશમા વધુમાં વધુ યુવાઓ જોડાય એ રીતેના પણ પ્રયાસો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...