મોંઘવારીના રાવણનું દહન:નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલીના ખુડવેલ ચોકડી ખાતે મોંઘવારી નામના રાવણનું પૂતળા દહન કરવામાં આવ્યું

નવસારી2 મહિનો પહેલા
  • મોંઘવારીથી પરેશાન પ્રજાની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસે આયોજન કર્યું

હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર મનાતા દશેરાના પર્વ નિમિતે દેશભરમાં અનીતિ-અહંકારના પ્રતિક રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. તો બીજી તરફ દશેરા અને આવનારા દિવાળીના પર્વમાં મોંઘવારીથી પરેશાન પ્રજાની સમસ્યાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા મોંઘવારીરૂપી રાવણના પૂતળાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસે કેન્દ્ર સરકારના શાસનને પ્રજાવિરોધી ગણાવ્યું છે.

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાએ લોકોને તોબા પોકારાવી દીધી છે, તો બીજી તરફ તેના પગલે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુના ભાવો પણ આસમાને પહોંચવા લાગ્યાં છે. સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને દિવાળી જેવા મહત્વના પર્વમાં પણ ખુશ જોવા મળી રહ્યાં નથી. ત્યારે મોંઘવારીથી પીડાતી પ્રજા વતી નવસારી જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકામાં ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે ચીખલીના ખુડવેલ ચોકડી પાસે મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન કરવામા આવ્યુ હતું.

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં જિલ્લા તેમજ તાલુકાના અગ્રણી કોંગ્રેસી નેતાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...