મહામૃત્યુંજય યજ્ઞ:નવસારી જિલ્લા ભાજપા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા-દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ યજ્ઞમાં હાજર રહ્યા

પંજાબમાં કાર્યક્રમમાં હાજરી આપવા જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને વિરોધનો સામનો કરવો પડયો હતો. જેને લઇને તેમને થોડા સમય માટે હાઇવે પર રોકવાનો વારો આવ્યો હતો. પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક બહાર આવી હતી. ત્યારબાદ તેઓ પોતાના કાફલા સહિત પરત દિલ્હી રવાના થયા હતા. પ્રધામમંત્રી સહી સલામાત રહેતાં તેમના લાંબા આયુષ્ય માટે નવસારી જિલ્લા ભાજપ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો હતો.

નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા રામજી મંદિર ખાતે કાર્યકરો અને હોદ્દેદારો સાથે એક PMના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, પંજાબમાં ગઈકાલે જે વડાપ્રધાન સાથે ઘટના બની તે ખુબ જ શરમજનક ઘટના કહી શકાય જેને સમગ્ર ભારતીય નાગરિક સાથે નવસારી જિલ્લા સંગઠન તરીકે અમે પણ એને વખોડીએ છીએ અને લોકશાહીમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે જે નિંદનીય છે. પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી વડાપ્રધાનનો જીવ બચી ગયો હતો, તેમને દીર્ઘાયુ મળે એવા આશયથી નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...