• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari District Best Teacher Award – 2022 Ceremony Held. Tribal Minister Naresh Patel Honored The Best Teachers Of The District.

સન્માન:નવસારી જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2022 સમારોહ યોજાયો. જિલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકોનું આદિજાતિ મંત્રી નરેશ પટેલે સન્માન કર્યું

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અક્ષરજ્ઞાન સાથે વ્યકિતત્વ ઘડતરના શિક્ષણ માટે ગુરૂ-શિક્ષકની સવિશેષ જવાબદારી:મંત્રી
  • નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાઓને એવોર્ડથી સન્માનિત કરાયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગીતા મલ્ટીપર્પઝ હોલ મણીનગર કેમ્પસ ખારેલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- ૨૦૨૨ અંગેનો કાર્યક્રમ રાજયના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સાથે પ્રતિભાશ શિક્ષક જે પ્રાથમિક વિભાગમાં આવે છે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે જ સો ટકા પરિણામ ધરાવતી ગ્રાન્ટેડ શાળાનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો.

જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું અનોખું યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા
નવસારી ખાતેના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા અંગેના કાર્યક્રમ દરમ્યાન રાજયના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ શિક્ષક સમુદાયને પ્રેરક આહવાન કર્યુ કે, ચેલેન્જીસ-પડકારો અને પોટેન્શીયલ-સંભાવનાઓ વચ્ચે સમન્વય સાધીને શાળાના બાળકોને ધગશ-પ્રોત્સાહન આપી ધાર્યા પરિણામો મેળવી શકાશે. તેવી વાત કહી હતી.

નવસારી જિલ્લામાંથી શ્રેષ્ઠ શિક્ષકોનું શોલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારોથી આદર સન્માન કર્યું હતું સાથે પ્રતિભાશાળી બાળકોનું વિશેષ સન્માન કરાયું હતું.જિલ્લા કક્ષાએ શેઠ એચ.સી.પારેખ નવસારી હાઇસ્કુલ ના શિક્ષક દીપકકુમાર નાનુભાઈ પટેલ તથા તાલુકા કક્ષાએ રંગપુર પ્રાથમિક શાળાના કેતન ભરતભાઈ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ દર્શના બહેન પટેલ, નાયબ શિક્ષણ અધિકારીશ્રી નવિનભાઇ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...