તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેમમાં પાણીની આવક વધી:ઉપરવાસના વરસાદનો ફાયદો નવસારી જિલ્લાને, બે ડેમમાં નવા નીર આવ્યા, ખેડૂતોને વર્ષ દરમિયાન મળી શકશે પાણી

નવસારી20 દિવસ પહેલા
  • 2 ડેમમાંમાં પાણીની આવક વધારો થતાં આ પાણી ખેતી માટે ઉપયોગી સાબિત થશે

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદનો ફાયદો નવસારી જિલ્લાને મળ્યો છે. નવસારી જિલ્લાના બે ડેમ જુજ અને કેલીયા ડેમમાં નવા નીર આવ્યા છે. બન્ને ડેમ 70 ટકા જેટલા ભરાયા છે. ડેમોમાં પાણીની આવકમાં વધારો થતાં તેનો સીધો ફાયદો ખેડૂતોને મળી શકે તેમ છે. આ પાણી વર્ષ દરમિયાન ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાબિત થશે.

ડેમમાં ભરાયેલા પાણીથી 12 મહિના અમૂલ્ય ગણાતા પાકો વાવી શકાશે. જેને લઇને આદિવાસી પંથકના ખેડૂતોમાં આનંદો છવાયો છે. ડેમોમાં નોંધપાત્ર પાણી ભરાતા ખુશીદક્ષિણગુજરાતમાં મેઘરાજા સતત બે દિવસ થી વરસીને મેહેરબાન થયા છે જેમાં નવસારી જિલ્લામાં પણ વિશેષ વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા છે. ખાસ કરીને વાંસદાતાલુકામાં આવેલા બે ડેમોની આવક વરસાદે વધારી છે.

જેનું મુખ્યકારણ 42 કીલોમીટરના કેચમેન્ટ એરિયામાં વરસેલા વરસાદે જુજ અને કેલીયા ડેમને 70 % જેટલો ભરાતા ખેડૂતોએ રાહતો શ્વાસ લીધો છે. 46 જેટલા ગામો વોર્નિંગ લેવલ પરજુજ ડેમ માંથી આખુવર્ષ જીલ્લાના 31 ગામોના ખેડૂતોને સિંચાયનુ પાણી બારેમાસ મળી રેહશે, જ્યારે કેલીયા ડેમનું પાણી જીલ્લાના 23 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળે છે ડેમ ટકા ભરાઈ જતા બંનેએ મોના કેચમેન્ટ વિસ્તારમાં આવતા 46 જેટલા ગામોને વોર્નિંગ લેવલ પર એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યું છે.

જૂજ ડેમની સપાટી 164.64 મીટર છે અને કેલિયા ડેમની સપાટી 110.66મીટર પર પહોંચી ગઇ છે. હાલ જુજ ડેમ માં 350 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો કેલીયા ડેમમાં 196.68 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી આવનારા દિવસોમાં સારો વરસાદ વધશે તો બંને ડેમ છલોછલ ભરાઈ જાય એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...