તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસે બુધવારે ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ઘેજ અને સરીબુજરંગ બે બેઠક સિવાય 28 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે ભાજપે તમામ 30 બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. જિલ્લા પંચાયતની ગત ટર્મમાં કુલ 30 બેઠકોમાં ભાજપની 17 બેઠકો અને કોંગ્રેસની 13 બેઠકો હતી.
બુધવારે જાહેર કરેલ ઉમેદવારોની યાદી જોતાં ભાજપે માત્ર એક જ બેઠક રૂમલા ઉપર પોતાના ઉમેદવાર નગીનભાઇ ગાવિતને રિપિટ કર્યા છે. સામે પક્ષે કોંગ્રેસે 3 બેઠક ઉપર ઉમેદવાર રિપિટ કર્યા છે. જેમાં આછવણીમાં ગુણવંતીબેન પટેલ, વાંગણમાં બારૂકભાઇ ચવધરી અને ખૂંધમાં મંજુલાબેન પટેલને રિપિટ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની બેઠકોનું અનામતનું રોટેશન બદલાતાં મહત્તમ ઉમેદવારોના ચેહરા બદલાયા છે.
ભાજપના ઉમેદવારની વય ઓછામાં ઓછી 23 અને વધુમાં વધુ 59 વર્ષ
ભાજપ દ્વારા બુધવારે જાહેર કરાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદીમાં ઓછામાં ઓછી વય 23 વર્ષ અને વધુમાં વધુ 59 વર્ષની વયના ઉમેદવાર છે. જેમાં 23 વર્ષની વયનો 1 ઉમેદવાર, 26 વર્ષનો 1, 28 વર્ષના 2 ઉમેદવાર મળી જિલ્લા પંચાયતમાં 4 જ્યારે 1 ઉમેદવાર તા.પંચાયતમાં જેની વય 28 વર્ષની છે.
ભાજપે ધો.-2 પાસથી M.A. સુધીનાને અને કોંગ્રેસે ધોરણ-4 પાસથી MBA સુધીનાને ટિકિટ આપી
ભાજપ દ્વારા જાહેર કરાયેલી તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદીમાં ડાભેલ તાલુકા પંચાયતની બેઠકના બચુ તળાવિયાએ ઓછામાં ઓછો અભ્યાસ ધોરણ-2 સુધી કર્યો છે. જ્યારે ધોરણ-4 સુધી અભ્યાસવાળા 3, ધોરણ-5 સુધી 4, ધોરણ-7 સુધીના 5 અને ધોરણ-8 સુધીનો અભ્યાસ 3 ઉમેદવારે કર્યો હોવાની માહિતી મળી છે.
કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં અભ્યાસ અર્થે ઘણો તફાવત જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 30 બેઠક માંથી 28 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ધો-4 પાસ એવા પૂર્વ વિરોધપક્ષ નેતા બારૂકભાઇ ચવધરીના નામ પર ફરી મહોર લગાવવામાં આવી છે. આ સાથે જ ધોરણ 12 પાસ 6, ધોરણ 10 પાસ 4, ધોરણ 7,8 અને 9 પાસ એક-એક ઉમેદવારોને ટીકીટ અપાઇ છે, ઉપરાંત બીડીએસ, એમ.એ, બીએડ,બીએ, એમબીએ, બીએ એલએલબીનો અભ્યાસ કરેલ ઉમેદવારોને પણ ટીકીટ આપવામાં આવી છે.
ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકમાંથી ભાજપે 15 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા, આહવા-2, ડોન અને વઘઇ બાકી, ડાંગ જિલ્લા પંચાયતની બેઠકવાઇઝ ભાજપના ઉમેદવારોની યાદી
બેઠક | ઉમેદવાર |
આહવા-1 | નિલમબેન દિલીપભાઈ ચૌધરી |
આહવા-2 | જાહેરાત બાકી |
બરડા | લાલભાઈ વાળલભાઈ ગાવિત |
દગડીઆંબા | નિર્મળાબેન સુભાષભાઈ ગાઈન |
ધવલીદોડ | ભરતભાઈ ભીખુભાઈ ભોય |
ડોન | જાહેરાત બાકી |
ગડદ | મુરલીધરભાઈ બાસુભાઈ બાગુલ |
ગારખડી | વિજયભાઈ રામજુભાઈ ચૌધરી |
જાખાના | મયનાબેન બચુભાઈ બાગુલ |
બેઠક | ઉમેદવાર |
કડમાળ | લક્ષ્મીબેન મોહનભાઈ ચૌધરી |
કાલીબેલ | સંગીતાબેન નયભાઈ પટેલ |
કોશીમદા | મંગળભાઈ ગંગાજીભાઈ ગાવિત |
નિશાણા | નિર્મળાબેન જગ્યાભાઈ ગામીત |
સાકરપાતળ | સવિતાબેન મંગલેશભાઈ ભોય |
શામગહાન | ચંદરભાઈ સોમાભાઈ ગોવિત |
સુબીર | નિલેશભાઈ બાબુભાઈ બાગુલ |
ટાંકલીપાડા | સારૂબેન મધુભાઈ વળવી |
વઘઈ | જાહેરાત બાકી |
નવસારી જિલ્લા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી
બેઠક | કોંગ્રેસ | ભાજપ |
આછવણી | ગુણવંતીબેન પટેલ | સુમિત્રા ગરાસીયા |
ખેરગામ | રાજુભાઇ આહીર | ભીખુ સોમા આહીર |
બારતાડ | ભગવતીબેન માહલા | અંબાબેન માહલા |
ચાંપલધરા | રેખાબેન આહીર | હેમલતાબેન પટેલ |
ખાટાઆંબા | ચંદુભાઇ જાધવ | હરીશચંદ્ર ચૌધરી |
ઉનાઇ | વૈશાલીબેન પટેલ | સુમિત્રાબેન પટેલ |
વાંદરવેલા | ચંપાબેન કુંવર | રેખાબેન ચૌધરી |
વાંગણ | બારૂકભાઇ ચવધરી | બાવજુભાઇ ગાયકવાડ |
વાંસદા | રણજીતભાઇ પાનવાલ | શિવેન્દ્રસિંહ સોલંકી |
ખૂંધ | મંજુલાબેન પટેલ | રમીલાબેન પટેલ |
કુકેરી | હેમંતભાઇ પટેલ | પ્રકાશભાઇ પટેલ |
માંડવખડક | સુનિલભાઇ પટેલ | શંકરભાઇ પટેલે |
રૂમલા | વલ્લભભાઇ દેશમૂખ | નગીનભાઇ ગાવિત |
સાદકપોર | મુક્તિબેન પટેલ | દિપાબેન પટેલ |
સમરોલી | મનહરભાઇ પટેલ | નિકુંજભાઇ પટેલ |
વાંઝણા | આનંદભાઇ પટેલ | પરેશભાઇ પટેલ |
ઘેજ | જાહેરાત બાકી | સેજલ પટેલ |
અમલસાડ | સોનલબેન નાયકા | ભારતીબેન નાયકા |
બીગરી | ધર્મેશભાઇ નાયકા | મહેશભાઇ નાયકા |
દેવસર | અશ્વિનભાઇ નાયકા | પરિમલ પટેલ |
ગણદેવા | આશાબેન પટેલ | શીલાબેન પટેલે |
સરીબુજરંગ | જાહેરાત બાકી | નીકીતા પટેલ |
ખડસૂપા | વર્ષાબેન રાઠોડ | ગીતાબેન રાઠોડ |
સાતેમ | બીજલબેન પટેલ | દર્શનાબેન પટેલ |
સિસોદ્રા | મોહમદ મંગેરા | વિનોદ (પ્રકાશ) પટેલે |
સૂપા | સંજયભાઇ સોલંકી | અરવિંદ પાઠક |
એરૂ | અજયકુમાર હળપતી | શંકર રાઠોડ |
મહુવર | મિનાક્ષીબેન રાઠોડ | અનિતાબેન રાઠોડ |
ઓંજલ | હિતેશભાઇ હળપત | બળવંતભાઇ હળપતી |
વેસ્મા | સુશીલાબેન રાઠોડ | કુસુમબેન રાઠોડ |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.