આવક:નવસારી ડેપોએ દિવાળીમાં વધારાની બસો દોડાવી 6.50 લાખની આવક રળી

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકથી બીજા સ્થળે પહોંચવા મોટી સંખ્યામાં લોકોએ એસટીનો લાભ લીધો

નવસારી એસટી વિભાગ દ્વારા દિવાળીના દિવસો અને વેકેશન દરમિયાન મુસાફરોની માંગને લઈને વધારાની બસોની ટ્રીપ દોડાવી હતી. જેમાં રોજિંદી બસની ટ્રીપ ઉપરાંત વધુ 16 જેટલી ટ્રીપ વધુ દોડાવતા 6.55 લાખની વધુ આવક સરકારની તિજોરીમાં જમા કરાવી હતી. વેકેશન દરમિયાન કુલ આવક 76.82 લાખ એસટી ડેપો નવસારીની થઈ હતી.

નવસારી જિલ્લામાં આવેલ એસટી ડેપો નવસારી દ્વારા વેકેશન દરમિયાન રત્ન કલાકારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અને સુરતમાં જવા માગતા મુસાફરો માટે હાલ ટ્રેનની સેવા મર્યાદિત હોય બસનો સહારો લીધો હતો. જેમાં એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોને રાહત ભાવે મુસાફરીનો લાભ મળે તે માટે રોજિંદી ઉપરાંત વધારાની બસ દોડાવીને એસટી વિભાગને કમાણી કરી આપી હતી. જેમાં મળતી માહિતી મુજબ નવસારી એસટી ડેપો દ્વારા રોજિંદી 80 જેટલી બસ દોડાવવામાં આવી છે. જેનાથી 7 લાખ જેટલી આવક થઇ છે.

દિવાળી વેકેશન દરમિયાન તાં.31 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન નવસારી એસટી વિભાગ દ્વારા 80 રોજિંદી ટ્રીપ ઉપરાંત વધારાની 16 જેટલી ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતમાં રહેતા રત્ન કલાકારો માટે ધાનેરા, પાઠવાડા, ડીસા અમદાવાદ,ધારી અને ત્યાર બાદ સુરતમા ખરીદી અને અન્ય સામાજિક કામો માટે દરરોજ 16 જેટલી વધુ ટ્રીપ દોડાવવમાં આવી હતી. જેમાં 10 દિવસમાં કુલ 76.82 લાખ આવક થઈ હતી. જેમાં વધારાની આવક તરીકે 6.55 લાખ મળી હતી આમ કહી શકાય કે, મોટી સંખ્યામાં મુસાફરોએ એસટીનો લાભ લેતા નવસારી એસટી ડેપોને દિવાળી વેકેશન ફળ્યું છે.

મુસાફરોની માગને લઈ નવી ટ્રીપ દોડાવી
નવસારીમાં હાલના સંજોગોને લઈને એસટી ડેપોની બસ ઉપર મુસાફરોને વધુ ભરોસો હોય અમે દિવાળી વેકેશન દરમિયાન રોજિંદી 80 ટ્રીપ ઉપરાંત નવી 16 ટ્રીપ સુરતથી અમદાવાદ સુધીની શરુ કરી છે. જેમાં 10 દિવસમાં કુલ 3,52,000 કિમી બસ અંતર કાપી કુલ આવક રૂ.76,82,078 થઈ હતી, જેમાં વધારાની ટ્રીપની આવક 6, 55, 896 મળી હતી.> વિપુલ રાવલ, મેનેજર, એસટી ડેપો નવસારી

અન્ય સમાચારો પણ છે...